________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9y૪
પત્ર. સદુપદેશ,
+--
***
* * . . . . . . . .
મુ. વટાદરા,
સુત્રાવક ભવ્યાત્મા........... ............. ... ધર્મલાભ. આત્મિક સુખ નિત્ય છે.
માટે ભવ્યાત્મન ! આત્મિક સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. સહજાનન્દ મેળવે એજ શ્રેષ્ઠ કર્તવ્ય છે. જગતમાં બાહ્યદષ્ટિના પગે ક્ષણે ક્ષણે બુદ્ધિ ફરતાં નવા નવા વિચારોના તરંગે થયા કરે છે એ કઈ અનુભવ બહાર નથી. મનના વિચારે એકસરખા ન થાય તેનું કારણ એ છે કે, આ જીવે મનને વશ કર્યું નથી. મન ઘડીમાં આકાશમાં ઉડે છે, ઘડીમાં બાદશાહના એશઆરામ ભગવે છે, અને ઘડીમાં ગરીબ જેવું બની જાય છે. ઘડીમાં ધર્મના વિચારો કરવા માંડે છે, તે ઘડીમાં તે કોઈ સ્ત્રીના વિચારમાં ઘસડાય છે. ઘડીમાં ભાઈ સાંભરે છે તે ઘડીમાં રમવાની ચીજો સાંભરે છે. ઘડીમાં રમવું ગમે છે તે ઘડીમાં ઉંધવું ગમે છે, ઘડીમાં ધર્મ શ્રવણ ગમે છે તે ઘડીમાં વાત કરવી ગમે છે. ઘડીમાં મન અનેક પ્રકારની યુક્તિ કરી પિતાની હુંશીયારી દેખાડે છે, તે તે મન ઘડીમાં ઢીલુંઢ૫ થએલું દેખાય છે. ઘડીમાં ભજન ગાય છે તે ઘડીમાં વળી વાતાના તડાકા મારવા મંડી જાય છે. ઘડીમાં જમે છે તો ઘડીમાં ધ્યાન કરે છે. આ પ્રમાણે મનની અનેક પદાર્થોના સયાગે વિચિત્ર ગતિ થતી દેખવામાં આવે છે. અહો!!આનું શું કારણ? કયારે મન ઠેકાણે આવશે, એકસરખે આનંદ ક્યારે મળશે, આમ અનેક વિચારે થયા કરે છે. ચંચળ મન ક્યારે ઠેકાણે આવે; મનને વશ કર્યા વિના કંઇ સ્થિરતા આવતી નથી. મનને વશ કરવાના ઉત્તમ ચોક્કસ ઉપાય જાણવામાં આવે તો મન વશ થઈ શકે છે. આવા ઉપાછો લેવા માટે સક્યુરની સેવા કરવી જોઇએ. સાથુરનાં એકેક વચન ઉપર અત્યન્ત વિશ્વાસ રાખવો જોઈએ, અને તેમના ઉપદેશાનુસાર વતવું જોઈએ. કુગુરૂએ.ના ઉપદેશમાં ભળવાથી બુદ્ધિ બગડે છે. માટે એક ગુરૂના વિશ્વાસ પ્રમાણે પ્રતિદિન આત્મોન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. દુનિયાની રીતિ ન્યારી છે. મન વશ કરવાની રીતિ ન્યારી છે. પ્રારબ્ધને દુનિયામાં રહેવાનું થાય તે પણ અન્તરથી નિલેપ રહી મન વશ કરવાના ઉપાયો યોજવા જોઈએ. પ્રતિદિન અર્ધ કલાક તે અવસ્ય અમુક સમયે એક સગવડતા વાળા સ્થાનકે બેશી ભજન ગાવાં જોઈએ. મંત્રના બળે જેમ વિંછિનું ઝેર ઉતરે છે તેમ પ્રભુ ભજનના બળથી આખા દીવસમાં મેહરૂપ ઝેર જે જે ચઢેલું તે ઉતરી
For Private And Personal Use Only