________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૦
પત્ર સદુપદેશ.
મુ. પાલીતાણા મુ અમદાવાદ ............... ગ્ય ધર્મલાભ વિશેષ આત્મતત્વ વિચારી અન્તરમાં ઉપગ રાખશે. યુવાવસ્થામાં મેહનું સામ્રાજ્ય વિશેષતઃ હોય છે, માટે આત્મબળથી મનને તાબામાં લેવું જેઇએ. મનને જ છુટું કરવામાં આવે તે ન કરવાના અશુભ વિચારે પણ કરે છે. પશ્ચાત એક દિવસ ખરાબ વિચાર કરવાની ટેવ પડ્યાથી વારંવાર ખરાબ વિચારે થયા કરે છે. માટે ખરાબ વિચારે થતા અટકાવવા જોઈએ. ખરાબ વિચારેથી સાંસારિક અને આત્મિક ઉન્નતિ થઈ શકતી નથી. ખરાબ વિચારે મનમાં જે જે સમયે થાય છે, તે તે સમયે આત્માના બળથી સામા શુભ વિચાર કરવાથી અશુભ વિચારોને નાશ થાય છે. ખરાબ વિચારે, મનમાં ન આવે તે માટે ક્ષણે ક્ષણે તે પ્રસંગે ગુરૂનું સ્મરણ કરવું જોઈએ.......................... ..અનેક મનુષ્યના ભિન્ન ભિન્ન વિચારો ન માનવા જોઈએ. સાંસારિક જે જે કર્તવ્ય છે તેમાં અહેમમત્વ ભાવ ન કલ્પતાં અન્તરને ઉપયોગથી ભિન્નતા રાખી વર્તતાં સમભાવે નવીન કર્મને બંધ આત્મા અલ્પ કરે છે, અને ઘણું કર્મ નિર્જરી શકે છે. આની સ્થિતિ પ્રાપ્ત કરવામાં ઉત્તમ જ્ઞાન, વિશેષતઃ સદ્ગુરૂ સમાગમ અને તીવ્ર જીજ્ઞાસાની આવશ્યકતા છે. ભવ્ય જિજ્ઞાસો !!! જેમ જેમ ઉમ્મર વધતી જાય છે, અને સાંસારિક જ્ઞાન વધતું જાય છે, તેમ તેમ ચિંતાને વિચારે પણ મનને ઘેરતા જાય છે. અનેક વિચારોના વિકલ્પસંકલ્પમાં આવ્યા લક્ષ્મસ્થાન ભૂલી જઈ પરમાં આત્માધ્યાસ કલ્પી સહજશાંતિ મેળવી શકતા નથી. આત્માની સહજશાન્તિ મેળવવા માટે તીર્થંકરેએ આત્મધ્યાન કર્યું હતું. માટે આપણે પણ સહજશાન્તિ મેળવવા તે ભાગે વળવું જોઈએ. સાંસારિક જડપદાર્થો ક્ષણે ક્ષણે બદલાય છે. જડ પદાર્થોની સુંદરતા ફક્ત મનની મંતવ્યતાના લીધે જ છે. મન જે સાંસારિક પદાર્થો ઉપર સમભાવ રાખે તે જડની સુંદરતા વા અસુંદરતા રહેતી નથી. કમ પણ અષ્ટ પ્રકારનાં શુભાશુભ છે. તેની સુંદરતા માત્ર મનના માનવાથીજ છે. વસ્તુતઃ વિચારીએ તે જડમાં કંઈ પણ ઇષ્ટાનિષ્ટપણું નથી. જડવસ્તુમાં ઇષ્ટનિષ્ટપણું ખરા અંતઃકરણથી નહિ માનનાર જ્ઞાનિ ભોગી છતાં ગી છે, અને અજ્ઞાનિ જડ વસ્તુમાં ઇષ્ટનિષ્ટપણું માનતા છતા ત્યાગી છતાં રાગી છે. હવે વિચારવાનું કે ભોગી છતાં યોગી કેમ થવાય. વીતરાગ વચને સાપેક્ષાએ જણાવે છે કે-જૂન મોન સદુ નિરવો હેતુ દૈજ્ઞાનિ
For Private And Personal Use Only