________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્રસદુપદેશ
૭૩૮
આવે છે તે તે ક્રિયાઓ અધ્યાત્મજ્ઞાનમય ભાસે છે. છ આવશ્યકનાં સૂત્રોમાં અધ્યાત્મતત્ત્વજ સમાયું છે. કેટલાક શુષ્કઅધ્યાત્મજ્ઞાનિને પણ આવચકાદિ સૂત્રોનાં ઉત્તમ ગંભીર રહસ્યો સમજાવામાં આવે છે તેઓ પણ તેમાં અધ્યાત્મ તત્વનેજ દેખી શકે. છોને અધિકાર પ્રમાણે કહેવુ, અને તેના અધિકાર પ્રમાણે ધર્મની ક્રિયાઓ છે. કેઈ નયનું ખંડન કરવું નહિએ વીતરાગની આજ્ઞા છે. વ્યવહાર અને નિશ્ચયનય એ બે નવડે ધર્મની આરાધના કરવી.
ૐ શાન્તિઃ રૂ
સુ, સાણંદ,
ભવ્ય શા....તથા.......... ધર્મ લાભ. સાંવત્સરિક ક્ષમાપના સદાકાલ હે. સનાતનીથી પરિપૂર્ણ સ્યાદ્વાદ સમુદ્ર અવગાડ્યા વિના ધર્મ ક્ષમાપનાની સુગન્ધિ અનુભવાતી નથી. જ્ઞાનીઓને સમાગમ, વિનય, શ્રદ્ધા, ભક્તિ વિના, ગુરૂગમ વિના યથાર્થ આત્મસ્વરૂપ સમજી શકાતું નથી. એકાંત અને અનેકાંતવાદનું અંતર દ્રવ્યાનુયોગના અનુભવ વિના સમજી શકાતું નથી, અને તેથી અધ્યાત્મસ્વરૂપ ઓળખી શકાતું નથી. તત્ત્વસમ્મુખતાને પ્રાપ્ત કરાવનાર સદ્ગુરૂ જે બાહ્ય આભ્યન્તરે પરિગ્રહ રહિત છે, તેમની સેવા વિના શી રીતે સંસાર પાર પમાય. આત્મતત્વના રાગ માત્રથી આત્મ સ્વરૂપ પમાતું નથી. મેહની કડી ઘાટીયો ઓળંગવાની છે. હરાયા ઢોરની પડે વા રણના રેઝરી કે બ્રાન્તિથી જ્યાં ત્યાં પરિભ્રમણ આત્માએ કહ્યું, કરે છે. વાપ્રપંચે કહેવાતા આત્મસ્વરૂપમાં સંતોષ નહિ માનતાં આત્મ સ્વરૂપ આચારમાં મૂકીને ખુશી થવું. આન્તર્ ઉપયોગ વિના શ્વાસોશ્વાસે જીવ મરે છે. સ્વભાવમાં શ્વાસે શ્વાસે જીવન ગાળવું. આત્મહિતમાં પ્રવૃત્તિ કરી મંગલ માલા પામવી.
For Private And Personal Use Only