________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩૮
પત્ર સદુપદેશ.
ભાખે છે જીનરાજ એમ, ધર્મ કરે સુખ થાય; આપોઆપ વિચારતાં, પરમાતમ, પદ પાય. જે ૫૦ લખનારો તે આતમા, વારો આતમ રાય; મિથ્થાબુદ્ધિ હઠાવીને, ધર્મધ્યાન ચિત્ત ધ્યાય. ૫ ૫૧ બુદ્ધિબાલની વનતિ, ધારે જે ભવિ લોક; આતમ સુખ તે પામશે, કરશે ભવજલ ઑક. | પર છે ધર્મધ્યાન રૂપપની, ફૂલ, માલ સમ એહ, કઠે ઠવતાં આતમા પામે શિવ સુખગેહ. ! ૫૩
મુકામ મુંબાઈ, શ્રી અમદાવાદ મધ્યે સુશ્રાવક.............. ધમ લાભ. વિશેષ અધ્યાત્મજ્ઞાન ચર્ચા સંબંધી તમારૂં પત્ર આવ્યું તે પહોંચ્યું છે. આત્મા અને જડ વસ્તુનું પક્ષ પ્રમાણથી જ્ઞાન કરીને આત્મતત્વમાં પ્રેમ ધારણું કરવો. કર્મથી બન્ધાયેલ આત્માને તારવા માટે સાધનને અવલંબવાં. અન્તસ્માં દષ્ટિ ધારીને વ્યવહારધમ સેવવાની આવશ્યકતા છે. રાગ અને દ્વેષને નાશ કરવાને માટે અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા છે. દ્રવ્યાનુયોગના ગીતાર્થો અધ્યાભતત્ત્વને સમ્યગરીત્યા , અવધી શકે છે. આત્માના પાકેની પરિપૂર્ણ શ્રદ્ધા થયા વિના નીતિના સિદ્ધાન્તની આચરણ થઈ શકતી નથી, દ્રવ્યાનુગના અભ્યાસ માટે સક્યુરૂની આરાધના કરવી જોઈએ. શાસ્ત્રનો અભ્યાસ ર્યા વિના અધ્યાત્મ જ્ઞાન અને અધ્યાત્મક્રિયામાં પ્રવેશ થઈ શકતો નથી. કેટલાક મનુષ્યને વ્યવહારમાર્ગમાં અત્યંત રૂચિ હોય છે, અને અધ્યાત્મનાન પ્રતિ અરૂચિ દેખાય છે, તેવા જીવોને વ્યવહારધર્મક્રિયાના ઉત્તમ ઉદ્દેશે અને વ્યવહારયિાનાં ઉત્તમ રહસ્ય સમજાવીને તેમાં વિશેષ રૂચિવાળા કરવા. એમ કરવાથી તેઓની ધર્મવ્યવહારની ભૂમિકા ઉચ્ચ થશે, અને પશ્ચાત અધ્યાત્મજ્ઞાનના પણ વખત આવે અધિકારી થશે. અધ્યાત્મજ્ઞાન પારા સમાન છે. બાળકને તેની સમજણ આપવી મુશ્કેલ છે, અને બાળઇને તે પચવું પણ મુશ્કેલ છે, વ્યવહારધર્મની ક્રિયાઓમાં ઉંડા ઉતરવામાં
For Private And Personal Use Only