________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ધાર્મિક ગદ્યસંગ્રહ.
વિષયાસક્ત એવો અજ્ઞાની વિષયવડે બંધાય છે પણ વિષયમાં રાગ વિનાને જ્ઞાની તેજ વિષયોથી બંધાતું નથી. જ્યાં ત્યાં વિષ ભરેલા છે. શરીર મન વાણી એજ વિષય છે. અજ્ઞાની તેથી બંધાય છે અને જ્ઞાની પિતાના જ્ઞાનબળે શરીર મન વાણીરૂપ વિષયોમાં અનાસકિતપણાથી છૂટે છે. આત્મા જ્યારે ત્યારે પણ આત્મજ્ઞાનથી મુકાય છે. આત્મજ્ઞાનથી વિષયમાં બંધાવાનું થતું નથી. અજ્ઞાની વિષયોમાં સુખ રહેલું જાણે છે અને જ્ઞાની વિષમાં સુખની બુદ્ધિ ધારણ કરતો નથી તેથી તેને વિષે બાંધવાને સમર્થ થતા નથી. અજ્ઞાની જ્યાં ત્યાં સુખની બુદ્ધિથી ગમે તે પદાર્થમાં બંધાય છે. અજ્ઞાનીને આખી દુનિયા વિષયભૂત હોવાથી આખી દુનિયામાં ગમે ત્યાં જાય છે ત્યાં તે જડ પદાર્થોમાં સુખની કલ્પના કરીને ભ્રાન્તિથી પિતાની મેળે બંધાય છે. તે એક વિષયથી 2 છે તો બીજા વિષયથી બંધાય છે. સંવરના કારણોમાં પણ તે અહંમમત્વ વૃત્તિથી બંધાય છે. અબ્ધ ગમે ત્યાં જાય ત્યાં પણ તે ફાંફાં મારવાનો, તદત અજ્ઞાની ગમે તેવા ધર્મના હેતુઓમાં પણ ૫ર વસ્તુમાં સુખની બ્રાન્તિથી અહંમમત્વની કલ્પના કરીને બંધાવાનો. અજ્ઞાનીને શાસ્ત્ર પુદ્ગલે પણ મુકિત માટે થતાં નથી. નવરસનાં શાસ્ત્ર વગેરે અનેક દુનિયાનું જ્ઞાન આપનારાં શાસ્ત્રના અભ્યાસથી અજ્ઞાની, ભવથી છુટતું નથી. આત્મજ્ઞાનથી આત્મા મૂકાય છે પણ શાસ્ત્ર પુદગલથી નહિ, એ પ્રમાણે આત્મજ્ઞાનીઓ પિકારીને કથે છે. ધર્મનાં શાસ્ત્રના અભ્યાસ કરીને પણ જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં ન આવ્યું તો મુક્તિ થતી નથી. અધ્યાત્મશાસ્ત્રથી આત્મજ્ઞાન પ્રગટે છે. અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મશાને નિમિત્તકારણુતા છે. અધ્યાત્મશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, તત્ત્વશાસ્ત્રોના અભ્યાસ કરીને આત્મજ્ઞાન પ્રગટાવવામાં આવે છે તો આત્મજ્ઞાનથી આત્મા વિષયોથી છૂટે છે પણ કેવળ સાધ્ય નિરપેક્ષશાસ્ત્ર પુદગલો વડે આમા વિષયોથી છૂટતો નથી એમ શ્રીમદ્ ઉપાધ્યાય જણાવે છે તે અનુભવમાં આવે છે. આત્મજ્ઞાની જ્ઞાનબળે વિષય છતાં તેમાં અનાસક્તિપણાથી બંધાતો નથી. વિષય અર્થાત પદાર્થો દુનિયામાંથી ટળી જતા નથી પરંતુ તેમાં આસક્તિ થાય છે તેને દૂર કરવાની જરૂર છે. આત્મજ્ઞાનથી જ્ઞાની ખરેખર વિષયોમાં થતી આસકિતથી છૂટે છે. વિષયોમાં થતી આસક્તિ તેજ ખરેખરૂં બંધન છે. તેને નાશ કરવા માટે આત્મજ્ઞાન ખરેખર ઉત્તમ કારણ છે. આત્મજ્ઞાની સંસારના વિષયમાં નિર્લેપ રહીને સમાધિ પ્રાપ્ત કરી પરમસુખમાં મહાલે છે.
For Private And Personal Use Only