________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૩૧
॥१॥
श्राद्ध धर्म विशाल पालक सदा रत्नमणि लेखवो धर्मे लाभ सदा विशाळ सुखनो बुद्धि कहे देखवो સાયંકાળ વિષે મળે સહજમાં જેવાં બધાં પંખીઓ, તેવાં કર્મબળે મળ્યા સહજમાં સર્વત્ર સંબંવિઓ; આ જાયા જનની અને જનક તે જાણ્યાં અહંકારમાં વારંવાર વિચાર ધાર મનમાં શો સાર ? સંસારમાં. આખું ઉત્તમ આ શરીર પણ તે છે હાડકાં ચામડાં, લેહી લાલ પુરીષ મૂત્ર મળનાં છેટાં બધાં ખાબડાં; મારૂં માત્ર મમત્વથી મનવિષે માનું છું અજ્ઞાનમાં, વારંવાર વિચાર ધાર મનમાં શે સાર ? સંસારમાં. જવું જન્મ જરા વિપત્તિ વચમાં અંતે અરે એકલાં. અજ્ઞાને સઘળાં જનો રડવડી શકે કરે શકલાં, સારું કોઈ સહાય હાય ન મળે હીરે ગયો હારમાં, વારંવાર વિચાર ધાર મનમાં શે સાર સંસારમાં. आतमज्ञान विचारणा मनविष कीधी महीं काइरे चोरासी लख योनिमां भटकतां दुःखो बहु थायरे चेतावू मनमा सुणी गुरुतणो विश्वास आधाररे ज्ञान ध्यान विवेक भक्ति करुणा संसारमा साररे.
શ્રી જ્ઞાતિ
५
લી. બુદ્ધિસાગર. શ્રી ગામ............સુશ્રાવક............. ગ્ય ધર્મલાભ. વિ. અત્ર શાંતિ વર્તે છે. તમને ક્ષયપશમભાવે આત્મિક શાંતિ વર્તે. જેમ જેમ આત્મતત્વને વિષે ખરી રમણતા તેમ તેમ વસ્તુતઃ ખરી શાંતિ જાણવી. બાકી શરીરની શાંતિ તે દરેક જણને હોઈ શકે. શરીરથી ભિન્ન શરીરમાં વ્યાપી રહેલો આત્મા આત્મસ્વરૂપે રમે તે બાહ્ય પદાર્થ પ્રપંચથી શી રીતે કર્મ બાંધી શકે? જેણે અંતર્ની શાંતિ આપણે અનુભવી છે તેને બાહ્યશાંતિથી કંઈ
For Private And Personal Use Only