________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૩૨
પત્ર સદુપદેશ.
વિશેષ શું ? જેમ જેમ બાહ્યપદાર્થોમાંથી મમતા ટાળી ચેતન, અરૂપી અખંડ શાસ્વત આત્મતત્ત્વ તરફ મનની વૃત્તિ લક્ષે છે. ત્યારે તેને હું મનુષ્ય છું ? કે કે સ્ત્રી છું? બાલ છું કે વૃદ્ધ છું? રોગી છું, કે ભોગી, બેઠો છું કે ઉભે છું? તેની પણ ખબર પડતી નથી. તેવા સમયે શુદ્ધ તાત્વિક સુખ અનુપમેય આત્મા ભગવે છે. તે કોઈને કહી શકાય નહીં. બાકી સ્ત્રી, ધન, પુત્ર, ઘર, હાટ આદિ પ્રપમાં અમૂલ્ય વખત ગુમાવી અજ્ઞાનવશે કર્મની રાશિઓ ઉપાર્જન કરીને જીવ કયાં છુટશે? ક્યાં જશે, કેવા અવતાર પામશે? ક્યાં સુધી ભવમાં ભટકશે ? તે કહી શકાતું નથી. વખત વહી જાય છે. સાધ્ય સાધી લે એજ ઘર હિતરિક્ષા.
લી. મનિ બુદ્ધિસાગર, મહેસાણા. શ્રી ગામ...........એમણે સુશ્રાવક................... ધર્મલાભ. વિ. પત્ર પહોંચ્યો. બીને જાણી છે. વિ. આત્મહિતમાં પ્રવૃત્તિ કરશો. આ ત્મામાં પ્રવૃત્તિ કરવી એ શ્રેષ્ઠ પુરૂષનું લક્ષણ છે. બાકી સંસારી કામમાં પ્રવૃત્તિ કરવી તે તે અનાદિકાળથી ચેતન અજ્ઞાનપણે કરે છે, તેથી કાંઈ રાજી થવાનું નથી. પુત્ર, પુત્રી, સ્ત્રી, ધન, કુટુંબ પરિવાર એ સર્વના ઉપર અનાદિ કાળથી આત્મા મોહ કરે છે પણ તેથી નિવૃત્તિ પામી આત્મા કર્મકલંક કરવા પ્રયત્ન કરે તે જ સાર છે. ધર્મ એજ ચિંતામણિ રત્ન છે. એ ધર્મને માટે આત્માની પ્રવૃત્તિ થતાં આત્માને વિષે અનંતધર્મ પ્રગટશે. એજ આત્મામાં રહેલા અનંતધર્મથી અનંત સુખ થશે. બાકી બહારની વસ્તુઓ ઉપર મેલ કરવાથી સંસાર વધવાને ધર્મને માટે દરેક મનુષ્ય જુદું જુદું કથન કરે છે પણ ખરો ધર્મ જે પાળી શકાય તે પછી આત્મા પરમાનંદ પામે છે. કહ્યું છે કે –
દુહી.
નિત્યાનિત્ય અનેક રૂપ, ભિન્નભિન્ન સ્વરૂ૫; તેને પ્રણમે ભવિજના, લેકાગ્ર ચિપ. ૧
For Private And Personal Use Only