________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સપદેશ.
૭૨૧
વૈરાગ્યને તે કોઈ વિરલા મુનિ પામે છે. જ્યાં સુધી અઝાન દશા છે ત્યાં સુધી મનને વશ કરવાનું સુજતું નથી, તમારે તે પ્રભુની ભક્તિ વગેરેમાં મનને વાળવું જોઈએ. નવરા પડતાં ધર્મનાં પુસ્તકો વાંચવાં અગર વંચાવવાં. કોઈ જાતની વિસ્થામાં વખતને દુર ઉપયોગ કરવો નહીં. અલ્પકાળમાં ખરી આત્મદશા જાગ્રત થયા વિના ધર્મની આરાધના થઈ શકવાની નથી. કોઈ મોહના ગે બાળજીવો, સાધુઓની કુથલીમાં પડે તે પણ તમારે તેમાં ચિત્ત દેવું નહીં. તેમજ કઈ સિંઘ કરનારના ઉપર કેધ પણ કરવું નહીં. ઉલટું નિંદા કરનારાઓનું ભલું શ્રી મહાવીર પ્રભુએ ચંડશીયા સપનું ચિંતવ્યું હતું, તેની પેઠે ચિંતવવું. મેહની ઘેનને દૂર કરી જાગવું જોઈએ. એકાંતમાં આંખ મીંચીને પ્રભુની સ્તુતિ કર્યા કરવી. અને પિતાના દોષોને ટાળવા માટે શુભ ભાવના ભાવવી. તેથી આત્મ કલ્યાણ થશે. ૩ રાશિત. ૩ ૧૮૬૭ છે. સુ. ૧,
મુકામ મુંબાઈ, લે. બુદ્ધિસાગર મુકામ સાણંદ. સુબાવક શા. ત્રિભોવનદાસ લુચંદ યોગ્ય ધર્મલાભ. વિશેષ તમારે પત્ર આવ્યા તે પહોંચ્યા છે કેટલીક ધાર્મિક પ્રવૃતિમાં ચિત્ત હોવાથી પત્ર લખી શકયો નથી. વિ. હાલમાં આનંદઘન ચોવીશી દેવચંદકૃત
વીશી અને આત્મ પ્રકાશ વાંચવાને માવ રાખ. પિતાનું હિત કરનાર પિતાને આત્મા છે. ગુરૂઓ પાસેથી તત્ત્વજ્ઞાન લેવાની યુક્તિઓને આચારમાં મૂકથી જોઈએ. હૃદયમાં આત્મતત્વ પ્રાપ્ત કરવાની કાળજી રાખવી જોઈએ. ધર્મ સંબંધી જે જે વિચારો થાય. તે પ્રમાણે વર્તવાને પ્રયત્ન કરવો જોઈએ. આત્મ લક્ષ્ય, આત્મ શ્રદ્ધા, આત્મ ભક્તિ, આત્મ પ્રેમ, આત્મપાસના અને આત્માની શુદ્ધતા વગેરે બાબતેપર કલાકનાં કલાકે પયત વિચાર કરવાથી કંઈક આમ પ્રદેશમાં ઉંડા ઉતરવાને અધિકાર પ્રાપ્ત થશે. આલંબન વિના કંઈ થતું નથી. એમ કહી પશ્ચાત કઈ પણ પ્રયત્ન કર્યા વિના પ્રમાદમાં જીવન ગાળવું એ કંઈ તીવ્ર જીજ્ઞાસાને ભાવ નથી. આત્મા ઉપર ખરે પ્રેમ પ્રગટ જોઈએ. સાધ્યદષ્ટિ લક્ષ્યમાં રાખી ઉપયોગ પ્રમાણે શ્રાવકવૃતિની ધાર્મિક પ્રવૃત્તિ કરવી જોઇએ, પ્રતિદિન શાસ્ત્રોને વાંચી અભિનવજ્ઞાન પ્રાપ્ત
For Private And Personal Use Only