________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૪૬
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
રહીને તે વખતે જે એગ્ય લાગે તે પ્રવૃત્તિ કરવી. જે મનુષ્ય શિષ્ય વા ભક્તબુદ્ધિ ધારણ કરીને આવ્યા હોય તેઓને તેમના અધિકાર પ્રમાણે આગળ ચઢાવવા જ્ઞાનની કુંચીઓ આપવી. જે મનુષ્ય નકામી વિથા કરવા તથા કરાવવા આવ્યા હોય તથા નકામી ચર્ચા વગેરેની માથાકૂટ કરવા આવ્યા હોય તેઓનાથી દૂર રહેવું. અથવા તેઓને સન્માગે ખેંચવા પ્રયત્ન કરે. વા એ કોઈ અન્ય ઉપાય લે કે જેથી તેઓને બેટું ન લાગે અને તેઓને સંબંધ છૂટે. જે મનુષ્યો અમુક વાત કઢાવવા માટે સ્વાર્થ, કપટ વા અન્ય કોઈ કારણથી ભક્ત વા શિષ્ય જેવા બની વિનય વગેરે કરે તેની અનેક ઉપાય પરીક્ષા કરવી, અને તેઓના હદયના આશયને સમજી લેઈ જેમ યોગ્ય લાગે તેમ પ્રવર્તવું. દૂતનું કાર્ય કરનારા, ચારનું કાર્ય કરનારા, પેટમાં પેસીને પગ પહેળા કરનારા, ચાડી ચુગલી કરી અન્યની પાસેથી પૈસા કઢાવનાર, ક્ષણમાં ભાન મળતા તુષ્ટ થનારા, અને ક્ષણમાં માનાદિ ન મળતાં ક્રોધી બનનારા, મનુષ્ય પાસે આવે ત્યારે સાવચેત રહીને પ્રવર્તવું. જે મનુષ્યો હૃદયમાં નાસ્તિક હોય, જે મનુષ્યોના પેટમાં કોઈ વાત ન ટકતી હેય, જે મનુષ્યો વિવાહની વરસી કરનારા હોય તેવા મનુષ્ય પોતાની પાસે આવે ત્યારે સાવચેતીથી વર્તવું. ધર્મ વિરૂદ્ધ વર્તનારા, વિરેધી, નિન્દક, ઇર્ષાળુ, મનુષ્યોના પરિચયથી ચેતતા રહીને વર્તવું. રાજ્યહી મનુષ્યના પરિચયથી ચેતતા રહેવું. અન્ય સાધુઓ, ધર્માચાર્યો, વગેરે તરફથી ડીટેટીવ જેવું કાર્ય કરવામાં જે પ્રવૃત્ત થએલા હોય, તેનાથી ચેતતા રહેવું. આત્યંતર પરિષદમાં બેસવા યોગ્ય હોય તેઓને આભ્યન્તર શિષ્યો બનાવવા. અન્તવાસીઓને જે જે ય ઘટે તે તે તત્વજ્ઞાન આપવા પ્રયત્ન કરવો. બાહ્ય પરિષદુ ચગ્ય મનુષ્યોને તેઓના અધિકાર પ્રમાણે આગળ વધવાને માર્ગ બતાવો. દષ્ટિગી, ફાગ્રહી, દુe, મૂઢ વગેરે જેવાને તપાસી જેમ લાભ થાય તેમ ઉપદેશાદિક કર્તવ્યમાં પ્રવર્તવું. પિતાની પાસે આવનાર છની પરિણતિની પરિચય પૂર્વક પરીક્ષા કરીને જેમ લાભ દેખાય તેમ પ્રવર્તવું. શાન્તિઃ રૂ.
For Private And Personal Use Only