________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે
૭૧૩
------------------
આર્યભૂમિની ઉત્કર્ષતા મહાત્માઓની જન્મભૂમિરૂપ આર્યક્ષેત્ર છે. ધમની માતૃરૂપ આર્યભૂમિ છે. ધર્મનાં સાત્વિક બીજોનું રક્ષણ કરનારી આર્યભૂમિ એ પ્રભુને ધર્મબાગ છે. મનુષ્યોમાં આર્યવ પ્રકટાવનાર આર્યભૂમિ છે, એમ અનેક ધર્મશાસ્ત્રથી અને અનુભવથી સિદ્ધ થઈ શકે છે. આર્યભૂમિમાં આર્યમુનિવરોને પ્રકટાવવાનું સામર્થ છે. આર્યભૂમિને પ્રેમ અને તેની ઉત્કાન્તિ માટે અનેક ગ્રા. લખાવવાની જરૂર છે. હે આર્યભૂમિ ! હારામાં એવી શક્તિ છે કે હારા રજકણાથી જે શરીર બને છે તેમાં રહેલે આત્મા પિતાની વાસ્તવિકેન્નતિ કરી શકે છે. હે આર્યભૂમિ! લ્હારા રજકણોમાં આલોટનાર સત્ત્વગુણી મહાત્માઓ નિવૃત્તિનું પરમસુખ પ્રાપ્ત કરી શકે છે. જૈનધર્મને સુક્ષેત્રરૂપ હે આર્યભૂમિ ! હારી ઉત્તમતાનું કેટલું બધું વર્ણન કરી શકીએ. હે આર્યભૂમિના સેવક ! તમે આર્યદેશની સુધારણા માટે પ્રયત્ન કરે. જનની અને આર્યજન્મભૂમિ એ બેને વિશુદ્ધ પ્રેમ જેનામાં છે તે આર્યાવર્તભૂમિને શેભાવી શકે છે. આર્યાવર્તમાં દયાદેવીનું જેવું સામ્રાજ્ય છે, એવું અનાર્ય દેશમાં ક્યાંથી હોય? આર્યબધુઓને સાહા કરે. તેઓને ઉત્તમ પ્રકારની કેળવણીથી કેળવે. તન, મન અને ધનથી આર્યભૂમિમાં જન્મેલ મનુષ્યને ધર્મની લેગ્યતા પ્રાપ્ત કરવા માટે સહાધ્ય આપવી જોઈએ.
હે ધનિક ! હે વિદ્વાને! તમે આર્યભૂમિમાં જન્મેલ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે સર્વસ્વાર્પણ કરીને ત્યાગની ખરેખરી દશા પ્રાપ્ત કરે. ભારતવાસીઓની ચક્ષુઓ ઉધાડવા માટે રાજ્યકત્ર ન્યાયી બ્રિટીશ સરકારે પ્રશસ્ય પ્રયત્ન કરીને આર્યોને ઉપકારના ભાર બોજ તળે નાખ્યા છે, તેઓને આર્યના ગુણો વડે પ્રતિબદલો આપવા પ્રભુતિ પ્રાર્થના કરે, અને ભારતવાસીઓને અનેક વ્યસન દુઃખમાંથી મુકત કરો. ભારતવાસીઓમાં સંપ, ભ્રાતૃભાવ, કેળવણી, સ્વાશ્રય વગેરે ગુણે, ખીલવવા માટે તમારાથી બનતું કરે. સ્વાથી ન બને, આળસુ ન રહો. જેટલું તમે આર્યભૂમિમાંથી ગ્રહણ કરે છે તેના કરતાં વિશેષ ઉપગ્રહ તમે આર્યભૂમિના પુત્ર માટે કરશો, ત્યારે જ તમે જન્મભૂમિની સેવામાંથી મુક્ત થશે. ધર્મના મતભેદને જન્મભૂમિની સેવામાં આડા ન લાવે. આર્યાવર્તમાં વસનાર અનેક ધર્મના પન્થીઓની અસાધારણ જન્મભૂમિસેવા પ્રતિ એક સુરખી ફર્જ છે. કારણ કે
90.
For Private And Personal Use Only