________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
દેશ પ્રેમ વા દેશસેવા પ્રાપ્ત કરી શકાતી નથી. આર્યાવર્તામાં વસનાર સવ તેત્રીશ. મનુષ્યને દેશસેવામાં એક સરખે હક છે. જે દેશમાં અનેક તીર્થકરો વષિ થયા છે તે દેશને સુધારવામાં પાછી પાની કરવામાં આવે છે તે દેશની ભૂમિમાંથી પંચભૂત લઈને જીવવાને અધિકાર નથી. પાપગ્રહો વાના આવું તત્ત્વાર્થમાં લખાયેલું સૂત્ર વિચારવા યોગ્ય છે. જે દેશમાંથી જન્મની સાથે અનેક ઉપગ્રહે ઝડવામાં આવે છે, તે દેશની પૂજ્યતા, પ્રેમ અને સેવા ભૂલી જવાય અને વિષય મેજમઝામાં મનુષ્ય હેર મારે તે તે દેશને અને ભવિષ્યની પ્રજાને શાપ સમાન થઈ પડે એમાં કંઈ આશ્ચર્ય નથી. જ્યાં સુધી સર્વ પ્રકારનું શુભાશુભ મમત્વ ટળી ગયું નથી અને પરમબ્રહ્મમાં તન્મયતા થઈ નથી. ત્યાં સુધી દેશ, સમાજ, અને ધર્મને પ્રેમ, પૂજતા, અને તેની સેવામાં સર્વસ્વ સ્વાર્પણ કરવા તૈયાર થઈ રહેવું જોઈએ. જેનેએ દેશપ્રેમ, સમાજપ્રેમ, અને ધર્મપ્રેમને ખીલવો જોઈએ. આંધળી ચાકરૂંડની વા સમુચ્છિમની પેઠે પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જેના કામ પર કેટલાક મનુષ્ય નગરી અને નગુણપણને આક્ષેપ કરે છે તો તે બાબત જેનેએ સમજવું જોઈએ કે–પિતાના ગુરૂની શ્રદ્ધા-ભક્તિ અને તેમની આજ્ઞાને અનુસરી પ્રવર્તવું જોઈએ. ગુરૂની શ્રદ્ધામાં વેશ્યા જેવો પ્રેમ અને શ્રદ્ધા ન રાખવી જોઈએ. પરંતુ પતિવ્રતાની પિઠે વર્તવું જોઈએ. જૈન
મે દેશ અને સમાજની સેવામાં ભાગ લેવો જોઈએ. પોતાના ઉપર ઉપકાર કરનારા ગુરૂ આદિના ગુણોની કદર કરવી જોઈએ. જન ધર્મને આયે દેશની સાથે અત્યંત નિકટને સંબંધ છે. જેને જે આર્ય દેશની ઉત્તમતા અને તેના પ્રતિ પોતાની ફર્જ ભૂલી જશે તે ભાતભૂમિના દેહી ગણાશે. હાલ ઇંગ્લીશ સરકારના શાન્ત રાજ્ય પ્રતાપે ધર્મ સેવા, સમાજસેવા, રાજ સેવા, અને દેશ સેવાના પ્રસંગે પ્રાપ્ત થયા છે, માટે બ્રિટીશ રાજ્ય પ્રતિ વફાદર રહીને આર્ય દેશમાં સર્વ પ્રકારની ઉત્તમ કેળવણું પ્રચારવા અને દેશના મનુષ્યોને સુધારવા તથા તેઓને સહાય આપવા કટીબદ્ધ થઈ આત્મબેન આપ જોઈએ.
For Private And Personal Use Only