________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૭૧૦
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે
કૃપા મેળવીને તેમના બેધના અનુસાર વર્તવું. તેમના કહ્યા પ્રમાણે.ધર્મમાં પ્રવૃત્ત થવું. પિોતાના હિતાર્થ જે જે ઉપાય બતાવ્યા હોય, તે તે ઉપાયોને શ્રદ્ધાપૂર્વક આદરવા. જ્ઞાનિ ગુરૂઓનાં કોઈ કે પ્રસંગે અમુક બાબતમાં ધૂનમાં આવતાં જે જે વચને નીકળે છે તેમાં કંઈ અનુભવ, રહસ્ય સમાયેલું હોય છે. એવું રહસ્ય પ્રાપ્ત કરવાને સાધુ–સશુરૂની સદી સંગતિ કરવી કે જેથી કઈ કઈ પ્રસંગે અનુભવની ધૂનમાં પ્રગટેલા વચનામૃતનું પાન કરી શકાય. ૐ શાંતિઃ રૂ.
સં. ૧૮૭૦ ભાદ્રપદ વદ ૨ રવિ.
એતિહાસિક )
જે વણિગ જેને જૈનધર્મ પાળે છે, તેઓની જાતિને પ્રાચીન સુખલાબદ્ધ ઈતિહાસ મેળવવાની અને તેની સંરક્ષા કરવાની અત્યંત જરૂર છે. શ્રીમહ હેમચંદ્રાચાર્યે ગુર્જરરાજાઓના ઈતિહાસ પર સારો પ્રકાશ પાડ્યો છે. વનરાજચાવડાની પૂર્વે જે જે રાજાઓ તેના વંશજો તરીકે થઈ ગયા તેને
ખલાબદ્ધ ઇતિહાસ જોધીને મેળવવાની જરૂર છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની પેટે પાછળના આચાર્યોએ જે ચાવડા, સોલંકી, ગિહલોત વગેરે રાજાઓને ઈતિહાસ લખ્યો હેત તે જૈનાચાર્યોની કીર્તિમાં વૃદ્ધિ થાત. જૈનાચાર્યોએ રજપૂત, રાજાઓને ઇતિહાસ જાળવવામાં એકંદર પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. ભંડારોમાંથી જ્યારે અતિહાસિક સર્વગ્ર છપાઈને બહાર પડશે, ત્યારે એને તરફથી બહાર એતિહાસિક બાબતે પર સારૂં અજવાળું પાડી શકાશે. મહામાની સંજ્ઞાવાળા ચત્યવાસીયતિએ ક્ષત્રિયમાંથી બનેલી વણિગજાતિને ઇતિહાસ જાળવી રાખે છે, પરંતુ તેઓની તરફથી તે ઇતિહાસ મેળવીને જાળવી રાખવાનો પ્રયત્ન હજી બરાબર થયો નથી. હાલમાં જેટલા વણિગ્ન જેને છે તેઓના વંશને જ્યાં સુધી બને ત્યાં સુધી ઈતિહાસ મેળવવાની જરૂર છે. માણસાના ઠાકોર દરબાર શ્રી. તખ્તસિંહજીએ ચાવડાઓને પ્રાચીન ઈતિહાસ મેળવી આપવાને વિજ્ઞપ્તિ કરી હતી. ગુર્જર ચાવડા રાજાઓ અને નયવાસી યતિઓને ઘણે સંબંધ હતું, અને તેઓએ જૈન ધર્મને સમ્યક્ સાહાય આપી છે.
For Private And Personal Use Only