________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
(૧૦૩
૫૭. જૈનધર્મનું પ્રતિપાદન કરવામાં તથા જાહેર વ્યાખ્યાન વગેરેમાં મુખ્યતાએ પ્રતિપાદકશૈલીનું આલંબન લેવું. પ્રતિપાદક શૈલીમાં ગુણનુરાગનો વૃદ્ધિ થાય છે. ખંડન શૈલીનું અનેક અપેક્ષાયુક્ત યુક્તિપૂર્વક વર્તમાન જમાનાને અનુસરી અવલંબન લેવું. આ બાબતને અનુભવ સ્વગછીય સાધુઓને તથા સાધ્વીઓને આપવો.
૫૮. માર્ગાનુસાર અન્યદર્શનીય મહાત્માઓના સુવિચારોને દર્શાવીને અન્યદર્શનીયોને બોધ આપવો. જેમ જે મનુષ્યો વિવેકજ્ઞાન સંમુખ થતા જાય તેમ તેમ તેઓને જૈનત સમજાવવા પ્રયત્ન કરવો. જીવોને પ્રથમ ગુણાનુરાગ ઉત્પન્ન કરાવો. પશ્ચાત જૈનધર્મની ખૂબીઓ સમજાવવી.
પ. જેની વસ્તિપર જેનધર્મની અસ્તિત્વ સજીવનતાને આધાર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ આદિ સર્વ દુનિયાની મનુષ્ય જાતિમાં જૈનધર્મ ફેલાય અને જેની વસતિ વધે એવા આગમ અને નિગમના અવિરૂદ્ધપણે ધર્મ ફેલાવનાર મહાપુરૂષ પ્રગટાવવા, અને તેઓની આજ્ઞામાં સર્વ અર્પણ કરવું.
૬૦. જૈનતીર્થોની રક્ષા કરવી. દેવદ્રવ્યાદિને વિનાશ ન થાય એવો બંદોબસ્ત કરાવે. જ્ઞાનભંડારેની રક્ષા કરાવવી.
૧૧. જેમાં જે જે હાનિકારક રિવાજો હોય તેઓને નાશ થાય એવી રીતે ઉપદેશ વગેરે કાર્યમાં પ્રવૃત્ત થવું, અને અનુભવગમ્ય ઘટતા સુધારા કરાવવા ઉપદેશ દે. પરિણામિક લાભ થાય એવી રીતે દીર્ધ દ્રષ્ટિથી વર્તમાનકાલને અનુસરી સુધારા વધારા કરવામાં યથાયોગ્ય ચતુર્વિધસંધને સૂચના આપવી.
૬૨. પોતાની પાછળ આચાર્ય, ઉપાધ્યાય, સ્થર્વિર, રત્ન, ગણી, પ્રવર્તિની વગેરે ઉત્તમ વર્ગ ઉત્પન્ન કરવા યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી. પિતાની પાછળ આચાર્યપદગ્યગુણીને આચાર્યપદ આપવું. ગચ્છમાં મતભેદ ન ઉત્પન્ન થાય એવી ઉપદેશાદિવડે યોજનાઓ કરવી. ગચ્છમાં મતભેદ, કુસંપ, કલેશ, ફાટફુટ ન થાય એવો ઉપદેશ દે. અને ગચ્છની સુસંપતા અને એકતાવડે જૈનશાસનન્નતિ સ્વ, પરને લાભ, આદિની સ્વગરછીય સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓને સમજણ આપવી. પઠીઓ માટે મતભેદ, કલેશ વગેરે ન થાય તેના ચાંપતા ઉપાયો લેવા.
૬૩, ગચ્છમાં ઉત્પન્ન થતા મતભેદો શમાવવા, ક્રિયા વગેરેમાં પડેલા
For Private And Personal Use Only