________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૨
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
તાને અને આચારોને મુકાબલે કરવાનું શિક્ષણ આપવું. અને જૈનધમની મંડનશૈલીથી વાદીઓ બનાવવા પ્રયત્ન કરે. વાદીઓને વર્તમાન જમાનાને અનુસરીને, વાદ કરવાનું શિક્ષણ આપવા તથા અપાવવા યોજના કરવી.
૫૦. અન્યદર્શની લેકને જૈનધર્મનાં ત જણાવવા માટે વ્યાવહારિક પાઠશાળાઓ સાથે ધાર્મિક પાઠશાળાઓ સ્થાપવી. અન્યદર્શનીને જૈનધાર્મિકજ્ઞાન પ્રાપ્ત કરવામાં બનતી સગવડ કરી આપવાને ઉપદેશ દેવો.
૫૧. અન્યદર્શનીય ગુરૂઓની સાથે કલેશની ઉદીરણ થાય એવી રીતે ચર્ચા કરવી નહિ. સભ્યતાપૂર્વક અન્યદર્શનીય ગુરૂઓની સાથે લાભાદિ સમજાવતાં ધર્મ ચર્ચા કરવી. અને વિશાલ તથા સત્યદ્રષ્ટિથી સત્યને વિચાર કરવો
પર. અન્યદર્શનીય ધર્મગુરૂઓ જૈનધર્મ સંબંધી જે કંઈ ભૂલે પિતાના ભકતને સમજાવતા હોય તેનું સૂક્ષ્મદષ્ટિથી નિરીક્ષણ કરીને તેઓને સમજાવવાના પ્રબંધની જનાઓ કરવી અને કરાવવી.
૫૩. વર્તમાન કાલમાં વિશ્વમનુષ્યના બહોળા ભાગે શા શા વિચારે છે તે જાણુતા રહેવું, અને તેઓનું મન જે રીતે સંતોષ પામે તે રીતે તરવાવિરૂદ્ધપણે ધર્મને ઉપદેશ દેઈ તેઓનું ધમ પ્રતિ ચિત્ત આકર્ષવા બને તેટલો પ્રયત્ન કરવો અને તેવી યોજનાઓ દ્વારા અન્ય પાસે તેવો પ્રયત્ન કરાવવો.
૫૪. સ્વસમયજ્ઞ અને પરસમય ગીતાર્થોએ અન્યધર્મીઓ પોતાના સમાગમમાં આવીને ધમસન્મુખ થાય એવા સ્થાનમાં વાસ કરવો, અને તેઓની વણકર્મની સ્થિત્યનુસારે જેનચારિત્રધર્મની ક્રિયાઓને આચારમાં મૂકાવવા ઉપદેશ દેવે. ગીતાર્થોને એવી સ્થિતિમાં મૂકવાને અને તેઓને બનતી સાહાય આપવાને આચાર્યો યથાશક્તિ સર્વ કરવું.
૫૫. સાધુઓ યથાયોગ્ય જાહેર સભાઓમાં ધર્મને ઉપદેશ દે એવો જ્યાં ઘટે ત્યાં પ્રબંધ કરે. જે જે ભાષામાં જે જે મનુષ્યો સમજે તેઓને તે તે ભાષામાં બોધ દેવ અને દેવરાવશે. રાજ્ય કરનાર પ્રતિ અવિરધભાવે રહીને જાહેર વ્યાખ્યાન દેવાં.
૫૬. ધર્મની રક્ષા સાધુ સાધ્વીઓના કાયદાઓ વગેરે બાબતેમાં જે જે ખાનગી બાબતે રાખવાની હોય, અને ખાનગીમાં તે તે બાબતેની સૂચના કરવાની હોય તે તે બાબતમાં તેવી રીતે વર્તવું, અને અન્યોને વર્તાવવા યોજનાઓ ઘડવી.
For Private And Personal Use Only