________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો.
૭૦૧
શાન્ત થાય અને પરસ્પર પ્રેમ સંપમાં વૃદ્ધિપૂર્વક સર્વગવછીય મહાસંધદ્વારા જૈનધર્મને વિશ્વમાં સર્વત્ર ફેલાવો થાય, એવા ઉપાય જવામાં અને તે પ્રમાણે પ્રવવામાં યથાશક્તિ આત્મભેગ આપો. મહાસંઘઠારા જૈનશાસનનતિનાં કાર્યોમાં સર્વગચ્છીય સૂરિ વગેરેને પ્રવર્તાવવા યથાશક્તિ ભાગ લે અને તેવાં કાર્યો પ્રસંગે ગમે તેવી તકરારે મૂકીને ઐક્ય કરવામાં પિતાનાથી બનતે આત્મભોગ આપવો.
૪૩. સર્વગરની સાથે અમુક માન્યતાઓથી મેળ કરીને જૈન મહાસંધધારા જૈનધર્મની ઉન્નતિ કરે એવાં પુસ્તકો છપાવવાં. સર્વગચ્છીય સાધુઓ ભેગા થઈને ભણે એવી કાયદાપૂર્વક ધાર્મિક પાઠશાલા ઉધાડવી.
૪૪. અન્યધર્મઓને પૂર્વની પેઠે જૈન બનાવવા માટે સર્વગચ્છીય જૈનાચાર્યોએ ભેગા મળીને ઉપાય જવા, અને જૈન બનેલાઓને વર્ણવ્યવસ્થામાં ગોઠવવા અને તેઓને આર્થિક આદિની સાહાધ્ય આપવી. જે સાધુઓ અગર શ્રાવકે અન્યધર્મીઓને જૈન બનાવે તેમને ઘટતું માન આપવું.
૪૫. રાજ્યતંત્રની પેઠે ધર્મરાજ્યતંત્રની વ્યવસ્થા છે. ધર્મરાજ્યતંત્રની વ્યવસ્થામાં કુશલ મનુષ્યો જોઈએ. ધર્મરાજ્યતંત્રની વ્યવસ્થા જેમ બને તેમ બહાળા ઉચ્ચ પાયાપર મૂકાય એવી યોજનાઓ કરવી. અન્યધમય આચાર્યોની ધર્મરાજ્યપ્રવર્તક વર્ધક જનાઓને અભિતઃ અવબોધીને તેમાંથી જે જે ગ્રહણ કરવા યોગ્ય હોય તે તે ગ્રહણ કરવી.
૪૬. જૈનધર્મને અન્યધર્મીઓમાં પ્રચાર થાય તે માટે વર્તમાનકાલને અનુસરી ચાંપતા ઉપાયો લેવા, અને શ્રદ્ધાળુ ઉપદેશકોની ધર્મપ્રચારાર્થે યોજના કરવી. સર્વદેશના સર્વજાતીય મનુષ્યમાં જૈનધર્મને પ્રચાર થાય એવા મનુષ્યો પેદા કરવાને જૈનગુરૂકુલે ઉપદેશક પાઠશાલાઓ, લેખક પાઠશાલાઓ વગેરેની યથાયોગ્ય જ્યાં ઘટે ત્યાં જનાઓ કરવી.
૪૭. આગમ અને નિગમને સાર ખેંચીને વર્તમાન જમાનાના અનુસારે જૈન ધર્મના આચાર, વિચાર અને સંસ્કારોને સુધારવા અને સર્વ જગતના મનુષ્ય લાભ લે તેવી દૃષ્ટિથી તેને ફેલાવો કરે.
૪૮. અન્યધર્મ પાળનારા રાજાઓ, રાણુઓ વગેરેના સમાગમમાં આવીને તેઓને ધમને ઉપદેશ દે, અને તેઓને જૈનધર્માનુકુલ કરવા.
૪. જૈન સાધુઓ અને સાધ્વીઓને જૈનધર્મ અને અન્ય ધર્મોનાં
For Private And Personal Use Only