________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૨૬. ગચ્છસ્થિત માંદા સાધુઓ અને સાધ્વીઓની દવા કરાવવી, અને તેમને રોગના નાશાથે સાહાય આપીને ચારિત્ર્યમાં સ્થિર કરવા.
૨૭. સ્વચ્છમાં નવા સાધુઓ તથા સાધ્વીઓ થાય એવા ઉપદેશાદિ ઉપાયમાં પ્રવૃત્ત થવું અને અન્યોને પ્રવૃત્ત કરવા.
૨૮. ગચ્છનું બંધારણ મેક્ષની આરાધનાથે છે એમ લોકોને સમજવવું, અને ગ૭ની સમાચારી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સંવરસંમુખતાને ભજનારી છે અને તેથી વિશ્વમનુષ્યોને ધાર્મિક લાભ મળે છે એમ સમજાવવા માટે હેતુઓ પૂર્વક યોજનાઓ રજુ કરવી. (જીજ્ઞાસુઓની આગળ ).
૨. છેદશાઓને અનુસરીને ક્ષેત્ર કાલાનુસારે અપવાદ માર્ગે પ્રવત્તિને સ્વગચ્છનું રક્ષણ કરવું, અને સ્વગચ્છીય સાધુઓને ઉત્સર્ગ અને અપવાદ પૂર્વક પ્રવર્તવાનું જ્ઞાન આપવું.
૩૦. ગચ્છીય સાધુઓ જૈન ધર્મની પ્રભાવના કરવાને પ્રભાવકે બની શકે એવી વિદ્યાઓ તેઓને આપવી, અને પાત્ર પ્રમાણે મંત્રાદિકનું દાન કરવું.
૩૧. કોઈ પણ ગચ્છના ગ્લાન સાધુની વૈયાવચ કરવી. તેને આહાર પાણી લાવી આપવો.
૩૨. કોઈ પણ ગચ્છના સાધુની સાથે ફેટાવંદનને વ્યવહાર રાખવો, અને અન્ય ગચ્છના આચાર્યાદિક મળે તે ગુણાનુરાગદષ્ટિથી તેઓના ગુણો જે વ્યક્ત થયા હોય તેની પ્રશંસા કરવી, અને પિતાની પાસે આવે તે આસન વગેરે અપાવી યથાયોગ્ય સન્માન સાચવવું. કેઈ ગચ્છના સાધુનું અપમાન કરવું નહિ અને કરાવવું નહિ
૩૩. અન્ય ગચ્છના સાધુઓ, આચાર્ય વગેરે પરસ્પર સલાહ સુલેહના બંધારણથી બંધાય તે તેઓની સાથે યોગ્ય નિયમિત કરેલા વ્યવહારથી વર્તવું, અને એકસંપવડે ઐક્યની રક્ષા કરવા બનતા ઉપાયો લેવા.
૩૪. અન્ય ગની ભિન્નભિન્ન મતભેદની જે જે ચર્ચાઓથી પરસ્પર ક્લેશની ઉદીરણા થાય, તેવી રીતે વર્તવું નહિ. અન્ય ગચ્છના આચાદિક કદાપિ સ્વચછની સાથે કલેશની ઉદીરણ થાય એવી રીતે વર્તે તે તેમની સાથે પ્રેમથી કામ લેવું. પશ્ચાત તે જેમ ક્ષેશની ઉદીરણ જે રીતે શમે તે રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કામ લેવું.
For Private And Personal Use Only