________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
९८७
ન
૧૨. અમુક દેવ વા દેવીને આરાધીને પિતાના અનુકુલ કરવી કે જેથી પ્રસંગે પાત્ત કાર્ય પ્રસંગે તેની સાહાટ્ય થાય.
૧૩. આચાર્યે પોતાની પાસે યોગ્ય વિશ્વસનીય, સમર્થ, સમયg, સ્વાનન્યમનસ્ક એવા સાધુઓને રાખવા. અને તદ્ધારાએ કાર્યો કરાવવાં. જેમાં પિતાની ચર્ચા ન થાય એવાં ધાર્મિક કાર્યો પોતે કરવાં.
૧૪. સ્વગચ્છ અને પરગથ્વીય સાધુઓ, સાધ્વીઓ, શ્રાવક, અને શ્રાવિકાઓ પૈકી પિતાનાથી અનુકુલ, અને પ્રતિકુલ કેણ, કેણ, શા શા વિચારથી છે તેનો ગુપ્તપણે પત્તે મેળવવો અને તત્સંબંધી યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી.
૧૫. સર્વસાધારણ ચતુવિધ મહાસંઘની ઉન્નતિનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કાર્યો કરવાં, અને ચતુર્વિધ મહાસંધની સર્વ પ્રકારે ઉન્નતિ થાય એ સદુપદેશ દેવ, દેવરાવવા અને તેવા કાર્યમાં સ્વગચ્છીય, યા પર ગરછીય. જે જે સાધુ પ્રવૃત્તિ કરતા હોય તેઓને યથાયોગ્ય સહાય તથા અનમેદન આપવું.
૧૬. સ્વગચ્છ સાધુઓ તથા સાધ્વીઓની હાનિ થાય વા સ્વગચ્છની પડતી થાય એવી પ્રતિકુલતા ધરાવનારા અન્યગચ્છીય સાધુઓ વગેરેને પ્રથમ સમજાવવા, અને તેમને અનુકુલ કરવા પ્રયત્ન કરવો. અને તેમ જે ન બને તે તેઓ હાનિ કરવા ન સમર્થ થાય, એવા યુક્તિપૂર્વક દેસાકાલાનુસારે યથાગ્ય ઉપાયો લેવા.
૧૭. સ્વગચ્છના સાધુઓ અને સાધ્વીઓને અપરાધ ગ્ય પ્રાયશ્ચિત્તે આપવાં, સ્વગચ્છમાં ફાટફુટ કરનાર અને કરાવનારાઓને યથાયોગ્ય હિતશિક્ષા કરવી. પરગછીય જે જે સાધુઓ તથા સાધ્વીઓ પોતાના સ્વગચ્છમાં દાખલ થવા ઈછે, તેમાં સુલેહને ભંગ ન થાય, અને તેઓની યોગ્યતા તપાસીને એગ્ય લાગે તે તેઓને સ્વચ્છમાં દાખલ કરવા.
૧૮. સ્વગચ્છના સાધુઓ અને સાધ્વીઓનું વાર્ષિક વા દિવાર્ષિક સમેલન કરવું અને, તે પ્રસંગે સ્વગચ્છીય ઉત્તમ, અનુભવી, રાગી, દક્ષ શ્રાવકોની હાજરી ઈચ્છવી. સ્વગરછીય, શ્રાવકો અને શ્રાવિકાઓમાંથી રાગી અને અનુભવીઓને પિતાના કેટલાક સ્વગચ્છીય વિચારોથી માહિતગાર કરવા, કે જેથી તેઓ ગચ્છની ઉન્નતિમાં અને રક્ષામાં યથાયોગ્ય ભાગ લઈ શકે, અને બનતી સાહાચ્ય આપી શકે.
88.
For Private And Personal Use Only