________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
કામ કરનાક
કરવાને જૈનધર્મ ગ્યતા ધરાવે છે, તેથી જૈનધર્મને સર્વદેશમાં સર્વમાં સર્વભાષાઓ દ્વારા ફેલાવો કરવાની અત્યંત આવશ્યક્તા છે. આર્યાવર્તમાં પૂર્વે અનેક જૈનરાજાઓ થઈ ગયા છે, અને તેઓએ જૈનધર્મને ફેલાવો કર્યો છે. વિશાલદષ્ટિથી અને ઉદારભાવથી પૂર્વની પેઠે, જેને જે લોકોને જેન બનાવવા પ્રયત્ન કરે છે તેઓ સંપ અને કાર્ય કરવાની યોજનાપદ્ધતિના નિયમો પ્રમાણે પ્રવર્તનથી જગતમાં ફાવી શકે, અને એકવાર પુનઃ અનન્ત જ્ઞાનવર્તલવાળા જૈનધર્મને ઉદ્ધાર કરવા સમર્થ થઈ શકે. સાર્વજનિક, સર્વદેશીય, સર્વજન માનનીય, સર્વત્ર વ્યાપક, ધર્માચાર સામાન્ય નિયમોને સર્વત્ર ફેલાવવા જોઈએ.
આત્મજ્ઞાનની સીમા અપરિમિત છે. સમ્યમ્ આત્માનું અવધવું અને આત્માના ગુણ પ્રકટ કરવા એ જૈનધર્મને સાર છે. આત્માની સાથે લાગેલા કર્મને નાશ કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી એ જૈનધર્મ સમયસારને નિશ્ચયતઃ અવબોધ. આપણે જેમ જેમ અનુભવમાં આગળ વધીએ છીએ તેમ તેમ સંકુચિતવૃત્તિને નાશ થાય છે, અને પૂર્વકાલમાં જે જે માન્યતાઓ સ્વીકારી હોય છે તેમાં સુધારો કરવાની આવશ્યકતા અવબોધાય છે. પૂર્વ પૂર્વનું જ્ઞાન ખરેખર ઉત્તરોત્તર કાલના જ્ઞાનની અપેક્ષાએ લઘુવલવાળું હોય છે. જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, તેમ તેમ જ્ઞાન સ્વરૂપાત્માનું વર્તન વધતું જાય છે. મતિજ્ઞાનરૂપ આત્મા કરતાં શ્રુતજ્ઞાનરૂપ આત્માનું વર્તલ વધતાં વધતાં અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનરૂપ વલથી આગળ વધીને અનન્ત કેવલજ્ઞાનાત્મારૂપ અનન્તવત્ત થાય છે. આ ઉપરથી અવબોધવાનું કે-કેવલજ્ઞાનરૂપાત્માની પ્રાપ્તિ એ જૈનધર્મ સેવનને મુખ્ય સિદ્ધાન્ત છે, અને એ સિદ્ધાંતના સન્મુખ સંસારવર્તિમનુષ્ય થાય તે તેઓ અજર, અમર, શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, પરમાત્મરૂપ પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરીને અનન્ત સુખમય બની શકે. આવી જૈનધર્મસર્વજ્ઞાત્મારૂપ દશા પ્રાપ્ત કરવાને અનેક ઉપાયરૂપ પગથી છે, અને તેનું સ્વરૂપ જૈનશાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. જે તેઓને ગુરૂગમપૂર્વક સૂક્ષ્મ દષ્ટિથી અભ્યાસ કરવામાં આવે તે જૈનધર્મ સાધ્ય, અનન્ત, કેવલજ્ઞાન
For Private And Personal Use Only