________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે
આ વિશ્વમાં સર્વત્ર સર્વ જીવવાને ઈચ્છે છે, પણ કેઈ ભરવાને ઈચ્છતું નથી. સર્વજીને પિતાના આત્મસમાન ગણુને કેઈની પણ હિંસા કરવામાં પ્રવૃત્તિ કરવી નહિ એમ જૈનધર્મ બંધ આપે છે. અએવ આત્મવત્ પર સતાનિ થ: જયતિ ર પતિ એ સૂત્રની કહેણીથી તથા રહેણીથી સિદ્ધિ કરવાને વિશ્વમાં સર્વત્ર જૈનધર્મને પ્રચાર કરવાને દયાના માનવદેવીએ કટિબદ્ધ થવું જોઈએ. દયા એ પ્રત્યક્ષ અનુભવમાં આવનાર મહાધર્મ છે અને તે વ્યાપક ધર્મ છે. જ્યાં દયાને ઘેષ રહ્યા હોય છે ત્યાંથી આસુરી ભાવનાવાળા દુર્ગુણ દૈત્યો પલાયન કરી જાય છે. પ્રભુના હૃદયમાંથી દયારૂપ ધર્મનો ઝરે વિશ્વના શ્રેયઃ માટે વહ્યા છે તેને સર્વત્ર પ્રચાર કરવો જોઈએ. વિશ્વવ્યાપક દયાધર્મ છે અને જ્યારે એ ખરી રીતે સર્વત્ર ફેલાશે ત્યારે વિશ્વમનુષ્યો પ્રભુને પ્રાપ્ત કરનારા થશે. જાને રજોગુણથી અને તમગુણથી મુક્ત કરીને સત્ત્વગુણમાં લાવનાર જૈનધર્મ હોવાથી જૈનધર્મને પાળવાની તથા તેનો વિશ્વમાં સર્વત્ર ફેલા કરવાની ઘણી જરૂર છે. જૈનધર્મમાં જે જે સદ્ગણેને કથ્યા છે, તે તે સગુણ એવા છે કે તે જે જે મનુષ્યમાં રહે છે તે તે મનુષ્યની વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ કર્યા વિના રહેતા નથી. આર્યાવર્તામાં જૈનેએ અદ્યાપિ પર્યત વ્યાવહારિક તથા આત્મિકેન્નતિ જાળવી રાખી છે તે ખરેખર જૈનધર્મના પ્રતાપથી અવધવું. રજોગુણ અને તમોગુણવડેથનારી ઉન્નતિ ખરેખરકેઈ પણ દેશમાં સદા રહેતી નથી, અને રજોગુણ અને તમોગુણની ઉન્નતિથી અશાન્તિ મારામારી ફેલાય છે, અને એ જ્યાં ઉત્પન્ન થાય છે તેને જ તે નાશ કરનારી બને છે. અત એવ મનુષ્ય જે વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિ કે જે ખરેખરી સુખની આપનારી છે તેને પ્રાપ્ત કરવી હોય તે જૈનધર્મની આરાધના કરવી જોઈએ, અને તેને વિશ્વમાં ફેલાવવા પ્રયત્ન કરવો જોઈએ. વિશ્વમાં સર્વદેશમાં પ્રવર્તતાં સર્વરાજ્યની પડતીના ઇતિહાસે તપાસવામાં આવે અને વિશ્વમાં સર્વદેશોની સર્વપ્રજાઓની પડતીના ઇતિહાસ તપાસવામાં આવે તે પડતી કરવા અને કરાવવામાં તે તે દેશના રજોગુણ અને તમોગુણી રાજાઓ તથા રજોગુણ અને તમે ગુણવાળી પ્રજાજ હતી એમ સિદ્ધ થશે. સર્વકાલમાં આ પ્રમાણે પ્રવૃત્ત છે. જેનધર્મ ખરેખર રજોગુણ અને તમોગુણથી દૂર રહેવાનું શિખવે છે, અને સર્વગુણ સેવવાનું શિખવે છે તેથી વિશ્વમાં સર્વદેશના રાજાઓ અને પ્રજાઓમાં સત્ત્વગુણના પ્રચારાર્થે જૈનધર્મને ફેલાવો થવાની જરૂર છે, કારણ કે તેથી સર્વદેશોમાં ખરેખરી વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ સદાકાલ માટે સ્થિર થઈ શકે.
For Private And Personal Use Only