________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
-
-
દુર્ગુણો પર જે જે અંશે જયે મેળવવામાં આવે છે, તે તે અંશે જૈનત્વ ગણાય છે. ગુણે પર જય મેળવો, એ વિશ્વવ્યાપક ધર્મ છે. કામ
ધાદિ ગુણે પર જય મેળવવાથી આત્માની વાસ્તવિક શાન્તિ પ્રાપ્ત થાય છે એમ જૈનધર્મ શિખવે છે, તેથી જૈનધર્મને વિશ્વના મનુષ્યોએ ખરી શાન્તિ પ્રાથે ફેલાવો કરવાની ખાસ જરૂર છે. આત્માના વાસ્તવિક જ્ઞાનાદિ ધર્મને જૈનધર્મ દર્શાવે છે, અને તેની પ્રાપ્તિના સમ્યગ ઉપાયને જૈનધર્મ જણાવે છે, તેથી જૈન ધર્મને જગતમાં સર્વત્ર પ્રચાર થાય તે વિશ્વવર્તિ મનુષ્ય સ્વકીય વાસ્તવિક ધર્મને અવધવા સમર્થ થઈ શકે. હું પાનો ધર્મ: દયા સમાન કોઈ ધર્મ નથી. માના પ્રચારથી જગતમાં સર્વ જીવેને શાન્તિ મળે છે. જૈનધર્મને વિશ્વમાં સર્વત્ર પ્રચાર કરવાથી વિશ્વમાં સર્વત્ર યુદ્ધ, ખુને, પશુઓ વિગેરેની કતલ થતી અટકી જાય અને તેથી વિશ્વમાં સર્વત્ર ખરેખરી શાનિત સ્વયમેવ રહી શકે છે એમ સમ્યગુ અવબોધાય છે. જૈન ધર્મના પાલકે દયાના ગુણવડે વિશ્વમાં દયાધર્મીઓ તરીકે પ્રખ્યાત છે. યદિ જૈનધર્મને સર્વત્ર પ્રચાર થાય તે સર્વત્ર પરમાત્માનું સામ્રાજ્ય પ્રવર્તે એમ કથવામાં અતિશયોક્તિ કિંચિત પણ નથી. જૈનધમે ભારતવાસીઓને દયાદિ ગુણોને ઘણો લાભ આપ્યો છે. ભારતદેશમાં દયાની મુખ્યતા અન્ય દેશોની અપેક્ષાએ પ્રવર્તે છે, તે ખરેખર જૈનધર્મના પ્રતાપે છે. દયાળુ મનુષ્યોને જગતમાંથી નાશ થાય છે એમ ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી, અને ભવિષ્યમાં બનનાર નથી. પક્ષીઓમાં કબુતર પંખી સડેલો દાણો પણ ખાતું નથી તે પણ તેની સંખ્યામાં કાગડાઓ વગેરે માંસાશી પક્ષીઓ કરતાં ઘટાડો થએલે દેખવામાં આવતો નથી. જેને દયાથી બાયલા બની ગયા અને તેથી દેશ પરતંત્ર થયે એમ પણ કથી શકાય તેમ નથી, કારણ કે વિશ્વમાં સર્વદેશમાં સર્વત્ર દયા પ્રવર્તે તે કોણ રાજા કેના ઉપર ચઢાઈ કરે અર્થાત કહેવાનું કે કોઈના પર કોઈ ચઢાઇ કરે નહીં, અને કોઈને કોઈ મારી નાખવા પ્રયત્ન કરી શકે જ નહીં. પશુઓને અને પંખીઓનો નાશ થતો પણ અટકી શકે. મનુષ્ય પણ પરસ્પર એક બીજાઓનું ખૂન કરી શકે નહિ. ઇત્યાદિ અનેક પ્રકારે રાજાઓને અને પ્રજાઓને જૈનધર્મથી લાભ મળી શકવાના હેતુથી અનન્તવલરૂપ જૈનધર્મને ફેલાવે કરવાની જરૂર છે.
For Private And Personal Use Only