________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
ક
વિચાર કરાવનાર અને સર્વ જીવોના શ્રેયમાં યથાશક્તિ ભાગ લેવાનું વિચાર, કરાવનાર અને સર્વ જીવોની સેવામાં ઉદારભાવથી પ્રવર્તાવનાર જૈનધર્મ હોવાથી ખરેખર જૈનધર્મ–જગતમાં મહાન ધર્મ ગણાય છે. પરસ્પર મતભેદથી ભિન્ન અને પરસ્પર એક બીજાને અધર્મ માનનાર એવા ભિન્ન ભિન્ન ધર્મિ મનુષ્યો કે જે એક બીજાને શત્રુ માનીને એક બીજાનું બુરું કરવા અને પરસ્પર નાશ કરવા ઉધત થએલા હોય છે. તેના ઉપર પણ કરણું, મંત્રી, અને “વસુધૈવ કુટુક્ય ” એવો ભાવ રખાવીને પરસ્પર ધમ મતભેદ યુદ્ધ કરી લડી મરતા જીવન પર આત્મભાવ રાખીને તેઓના વિચારોમાં સુધારે વધારે કરાવીને તેઓને સાચી શાન્તિ સમર્પનાર જૈનધર્મને મુખ્ય ઉદ્દેશ હોવાથી વિશ્વ મનુષ્યોના કલ્યાણાર્થે, સર્વ જીવોની દયાથે, વિશ્વમાં સર્વત્ર શાંતિ પ્રસરાવવા અર્થે, જૈનધર્મને આખી દુનિયામાં સર્વત્ર ફેલાવો કરવાની જરૂર છે. સૂક્ષ્મજ્ઞાન-દષ્ટિધારક આત્મજ્ઞાનિ જૈનધર્મના અનન્ત ધર્મવલના મહત્વને અવબોધીને જૈનધર્મને પ્રચાર કરવા પ્રયત્ન કરે છે.
જૈનધર્મને મુખ્ય ઉદ્દેશ રાગ દ્વેષને નાશ કરીને આત્માની પર માત્મતા પ્રાપ્ત કરવાનું છે. વિશ્વવત્તિ સર્વછમાંથી ક્રોધ, માન, માયા, લભ, કામ, મત્સર, નિન્દા, તૃષ્ણ, ભય અને શોક વગેરે દોષોને દૂર કરવા અને સર્વજીવના જ્ઞાન, દર્શનચારિત્રાદિ ગુણો ખીલવવા એ જૈનધર્મને મુખ્યોદ્દેશ છે. શારીરિક, વાચિક અને માનસિક, શક્તિ ખીલવીને સાત્વિક ગુણ પૂર્વક આત્મા અને પરજીવોના ગુણે ખીલવવા યથાશક્તિ પ્રયત્ન કરે, કરાવવો અને જે પ્રયત્ન કરતા હોય તેઓની પ્રશંસા કરી ઉત્તેજન આપવું એવું જૈનધર્મ શીખવે છે. અને નાત, જાત, દેશ, વગેરેને ભેદ રાખ્યા વણ ઉદારભાવે સર્વને સર્વત્ર સર્વથા સર્વદા શાસન કરે છે. અએવ જૈનધર્મની મહત્તા અને તેની અનન્તતાને સ્વીકાર સર્વ વિવવત્તિ મનુષ્યોને કરાવવા સ્વવિચારને પ્રવવા પડે છે. પાશ્ચાત્ય વગેરે દેશના ડાર્વિન વગેરે વિદ્વાનોએ યદિ જેનધર્મકથિત ઉ&ાતિવાદ અવધે હેત, તે તેઓની તેઓના વિચારોમાં સમ્યગ ઉલ્કાન્તિવાદનું ચિત્ર ખડું થાત એમ સાપેક્ષ દૃષ્ટિએ કથવું પડે છે. ગ્રહસ્થધર્મના આચારો અને સુવિચાર સંબંધી જૈનધર્મમાં અનેકધા શાસન
For Private And Personal Use Only