________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८८
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
કર્યું” છે. છની કમથી ઘેરાયેલી દશાથી તેમની યોગ્યતાના અનુસારે અવિરતિ અને વિરતિ એવા ગૃહસ્થ શ્રાવકના બે વિભાગ પાડવામાં આવેલ છે અને તે બે વર્ગમાં સર્વ પ્રકારના ગૃહસ્થ જેનેને સમાવેશ કરવામાં ધાર્મિક વિશાલ દષ્ટિનું વિશાલ ધર્મવર્તુલ જગતની દષ્ઠિ આગળ ખડું કર્યું છે. ગૃહસ્થ જૈનેના બે વર્ગમાં સર્વ દેશને સર્વ પ્રકારના મનુષ્યોને જીનનુયાયી થતાં યથાયોગ્ય અધિકારે દાખલ કરવામાં આવે છે, અને તે પણ ગુણવડે આત્માને ઉચ્ચ કરવા માટે એવું ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. વિકલ્પી અને જનકલ્પી એવા બે સાધુના ભેદ છે. હાલ સ્થવિરકલ્પની અસ્તિતા સ્ત્રીકારવામાં આવી છે. ગૃહસ્થ જેનેના સાધુઓ ગુરૂ હોઈ શકે છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રના ધારક એવા ત્યાગી સાધુઓની અસર સ્વાભાવિક રીતે ગૃહસ્થો. પર પડી શકે છે. ધર્મ પાળવો અને પળાવવો અને ધર્મ સંબંધી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવી એ કાર્ય મુખ્યતયા ધર્મગુરૂઓનું હોય છે. તેમની આજ્ઞાએને માન આપીને યથાશક્તિ પ્રવર્તાવું એ કાર્ય ખરેખર ગૃહસ્થોનું છે. ત્યાગ ગુરૂઓમાં આચાર્ય, ઉપાધ્યાય, વગેરે અનેક પ્રકારની ગુણોની અને કાર્ય કરવાની અપેક્ષાએ પદવીઓ હોય છે. ઉત્સર્ગ અને અપવાદથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે ગૃહસ્થ જૈનેને અને સાધુઓનાં વ્રત તથા આચાર, આગમોમાં પ્રતિપાધા છે. ગૃહસ્થ જૈને અને ત્યાગીઓનું મુખ્ય કર્તવ્ય આત્માના જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરવા અને રાગાદિ દોષોને ટાળવા એજ છે. દયાદિ ગુણોએ વિભૂષિત જૈનેએ ભૂતકાળમાં ભારતાદિ ક્ષેત્રો પર કરડે ઉપકાર કર્યા છે.
વર્તમાનમાં કરે છે. અને ભવિષ્યમાં કરશે. સર્વજી સંબંધી શ્રેય કરવાના વિચારોમાં અને આચારમાં મગ્ન રહેનાર જેને ધર્મ માટે મનુષ્યનું રક્ત વહેવરાવે એવો બનાવ ઉત્સર્ગ માગે કદી ભૂતકાળમાં બન્યો નથી, વર્તમાનમાં બનતું નથી, અને ભવિષ્યમાં બનનાર નથી. સર્વ જીવોના કલ્યાગાળે અને સર્વ જીવોના ગુણોની ઉત્ક્રાંતિ અને સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરીને વર્તવા માટે અને સર્વ જીવોને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે શ્રી મહાવીર પ્રભુએ જૈનધર્મને ઉપદે છે. અત એવ સર્વ વિશ્વવર્તિ
For Private And Personal Use Only