________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
- ,
, ,
,
,
શ્રીસર્વજ્ઞધ દેશકાલાદિવડે અપરિછિન્ન વર્તુલ સમાન અનન્ત છે. મુક્ત થવાના અસંખ્યયોગે શ્રી જૈનદર્શનમાં જણાવ્યા છે. અસંખ્ય યોગમાં વિશ્વના સર્વધર્મોને સાપેક્ષિકદષ્ટિએ સમાવેશ થાય છે. આત્માના સામર્થ્ય વિશેષરૂપ અસંખ્ય યોગ છે. અસંખ્ય યોગોને જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં સમાવેશ થાય છે. અસંખ્યયોગ વડે આત્માના ઉપશમાદિગુણે પ્રાપ્ત કરીને મુક્ત થવું, એજ લક્ષ દૃષ્ટિમાં અવધારવા યોગ્ય છે. કર્મસહિત આત્મા રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણની અપેક્ષાએ બ્રહ્મા, મહાદેવ અને વિષ્ણુ વગેરે નામોથી સંબધિત થતું હોય તે જૈનદ્રષ્ટિ તેને પિતાનામાં સાપેક્ષપણે એવા બ્રહ્માદિ પર્યાયને સકર્મચેતનપર્યાય ગણીને સમાવી દે છે. નાભિકમલમાં આત્માના આઠ રૂચક પ્રદેશ છે તે સિદ્ધસમાન નિર્મલ છે. શરીરમાં વ્યાપ્ત થએલે આત્મા તે શરીરરૂપ સષ્ટિની અપેક્ષાએ સમષ્ટિરૂપ લેવો તેને શરીરની સાથે ક્ષીરનીરવત સાગ છે. શરીરને પપલાની ઉપમા આપવામાં આવે અને તેના ઉદર ભાગને એક ડાળ વા પત્રની ઉપમા આપવામાં આવે, તેમાં પર સત્ત્વગુણું પ્રકૃતિની મુખ્યતાવાળા આત્માને વિષ્ણુની ઉપમા આપવામાં આવે, તેમાંથી નાભિમાં અષ્ટકમલ પાંખડીવાળું કમલ ઉત્પન્ન થયું એમ માનવામાં આવે, તેમાંથી રૂચક અષ્ટપ્રદેશવડે સહ આત્માથી ચિતિરૂ૫ બ્રહ્મા ઉત્પન્ન થયા, એમ માનવામાં આવે, અને તદ્વારા સર્વેયરૂપ વિવનું જ્ઞાન જગતમાં ઉત્પન્ન થયું એમ પૈરાણિક કલ્પનાને ઘટાડવામાં આવે તે જૈનજ્ઞાનદ્રષ્ટિએ અવિધભાવે જૈનદર્શનમાં તેને સમાવેશ થાય છે. દર્શનને બ્રહ્માની ઉપમા આપવામાં આવે, જ્ઞાનને મહાદેવની અને ચારિત્રને વિષ્ણુની ઉપમા આપવામાં આવે તો એ રીતે ત્રણ ગુણરૂપી ત્રણદેવને જૈન દષ્ટિએ આત્મામાં સમાવેશ થાય છે. અન્ય અપેક્ષાએ જ્ઞાનરૂપ વિષ્ણુમાંથી ક્ષાયિકસમ્યકજ્વરૂપ બ્રહ્માને અને તેમાંથી ચારિત્રરૂપ મહાદેવને પ્રાદુર્ભાવ યુક્તિયુક્ત કરી ઘટાડીને તેને આત્મામાં સમાવેશ કરવામાં આવે છે જેને દ્રષ્ટિએ એ ત્રણ ગુણના વલમાં બ્રહ્માદિ દેવને અન્તર્ભાવ થાય છે. એ ત્રણ ગુણેને બ્રહ્માદિની ઉપમા આપીને એકેકમાં અન્યને અવતાર અપેક્ષાએ માનવામાં આવે તો ઘટી શકે છે. શ્રુતજ્ઞાનથી દર્શનથી પ્રાપ્તિ થાય છે. દર્શનથી જ્ઞાનને પ્રગટભાવ સામાન્ય થાય છે. ચારિત્રમાંથી કેવલજ્ઞાન અને દર્શન પ્રગટ થાય છે. ઇત્યાદિ સાપેક્ષ યુક્તિધારા ઘટાડીને આભામાં બ્રહ્માદિને સમાવેશ કરેપૂરક, રેચક અને કુંભકને યોગની શૈલીએ બ્રહ્મા, મહાદેવ, અને વિષ્ણુ કથવામાં આવે છે, તેને ગદષ્ટિએ જેનદષ્ટિએ આત્મામાં સમાવેશ થાય છે, યોગ પરિભાષાએ
86
For Private And Personal Use Only