________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
×
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
जैनदृष्टिए आत्मानुं अनन्त वर्तुल,
મનુષ્ય જેમ જેમ જ્ઞાન સપ્રાપ્ત કરતા જાય છે, તેમ તેમ તે સકુચિત વિચાર અને આચારના વર્તુલને અનુક્રમે મહાન કરતા જાય છે. કાઇ એક નયની અપેક્ષાએ વિચાર કરીએ તે મનુષ્ય પોતાના વિચારો અને આચારો જેવડા છે. પોતાના વિચારા અને આચારના વર્તુલમાં પ્રત્યેક મનુષ્ય રહે છે, અને તેનાથી ભિન્ન વિચારાચાર વર્તુલને તિરસ્કારે છે. વાઅસત્યાદિવડે સોધે છે. મનુષ્ય જેમ જેમ આસપાસનાં વિચાર અને આચારનાં વતું લા દેખીને તેઓને સાપેક્ષજ્ઞાનનયદૃષ્ટિએ આત્મામાં સમાવતે સમાવતા આગળ વધે છે, તેમ તેમ તે બ્રહ્મજ્ઞાન દૃષ્ટિએ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન, અને છેવટે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને લેાકાલેાકને પોતાના કેવલજ્ઞાનમાં સમાવીને સર્વ વ્યાપક વસ્તુ લવને પ્રાપ્ત કરી શકે છે. સારાંશકેતે કેવલજ્ઞાનમાં લેાકાલાક સર્વ જ્ઞેય પદાર્થાંને પોતાનામાં સમાવી શકે છે. મિથ્યાત્વરાગ-દ્વેષાદિન જેમ જેમ ક્ષય થતા જાય છે, તેમ તેમ આત્મામાં જ્ઞાનના આવિર્ભાવ થતા જાય છે, રાગાદિના ઉપશમાદિભાવે જેમ જેમ જ્ઞાનવર્તુલ મહાન થતું જાય છે, તેમ તેમ તે તૈયપદાર્થોની સત્યવિચારણાઓમાં આગળ વધતા જાય છે, અને તે પૂર્વના દૃઢ થએલ ઘણા કદાગ્રહેાથી મુક્ત થતો જાય છે. આવી સ્થિતિમાં જ્ઞાની આત્મા અનુભવ કરીને કથે છે કે, પૂર્વેના કરતાં હું વિચારમાં આગળ વધ્યા છું. આવી રીતે જ્ઞાનરૂપ વર્તુલમાં આગળ વધનાર આત્મા અન્ય અનેક સાપેક્ષ નયવાળા વિચારામાં આગળ વધવાને અધિકારી થતા જાય છે, અને તે રાગાદિની ઉપશમતા આદિની યોગ્યતાએ જ્ઞાનરૂપ વતુ લમાં આગળ વધતા જાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે સસમાગમ, સગ્રન્થવાચન અને અનુભવજ્ઞાન એ ત્રણ અસરકારક ઉપાય છે. આત્મા પર માયા, પ્રકૃતિ યાને કર્માવરણ હોવાથી જે જે અંશે રાગદ્વેષાદિ ક્ષયે આત્મજ્ઞાન વિકસતું જાય છે, તે તે અશે જ્ઞાનરૂપ વતુલની અપેક્ષાએ આત્મા પણ એવડે! ગણાય છે. અનન્ત જીવે છે. સર્વ જીવને જ્ઞાનાવરણીયાદિ કર્મોવરણા લાગેલાં છે. તે જે જે અશે ટળે છે તે તે અશે નાનાદિ વર્તુલાનું પૃથુત્વ સર્વ જીવામાં ષડ્યુણુ હાનિવૃદ્ધિરૂપે પરિણમતું જાય છે. સાપેક્ષ જ્ઞાન દૃષ્ટિમાન જીવ આ પ્રમાણે અવખાધીને તે અનન્ત જ્ઞાનરૂપ વર્તુલના પ્રકાશ કરવા પ્રવર્તે છે.
X
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૬૭૮