________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७८
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
જેમ જેમ મનુષ્ય રાગ અને દ્વેષ વૃત્તિને ક્ષીણ કરે છે તેમ તેમ તે સત્યધર્મની પરીક્ષા કરવાને લાયક થતો જાય છે. પૂર્વગ્રહીતધર્મ વા પશ્ચાત ગૃહીતધર્મને પ્રમાણે અને નવડે બંધ કરવો જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, અધિકારથી પ્રત્યેક ધર્મના ઉત્પન્ન થવાના તથા તેના અસ્તિત્વ સંબંધી વિચાર કરવાથી તેમાંથી નયોની અપેક્ષાએ સત્યના અંશે પોતાના હૃદયની આગળ તરી આવે છે. શાસ્ત્ર જે જે વસ્તુઓને પ્રતિપાદન કરતાં હોય તે તે વસ્તુઓના નકશાઓને તેઓ સાક્ષરેની આગળ રજુ કરે છે. તે નકશાએને હૃદયમાં અનુભવજ્ઞાનથી અનુભવ કરવો જોઈએ, અને પશ્ચાત મધ્યસ્થ દૃષ્ટિથી તેમાં રહેલું સત્ય અવલોકવું જોઈએ. આત્માદિ જે જે તને બારીથિી અગોચર છે, અને જેને માટે ભિન્ન શાસ્ત્ર ભિન્નભિન્ન સ્વરૂપે તેઓનું પ્રતિપાદન કરતાં હોય છે, તથા પ્રત્યેક લક્ષણ ભિન્નભિન્ન અવબેધાતાં હેય છે ત્યાં અત્યંત સૂક્ષ્મજ્ઞાન દ્વારા મધ્યસ્થ ભાવે સ્થિર રહીને તત્વવિચારણને કરવી જોઈએ. અનુભવગમ્ય તત્ત્વ થાય એવી સ્થિતિમાં નિર્ણય સમાધાન કરી શકાય માટે એવી સ્થિતિ પ્રાપ્ત ન કરી શકાય ત્યાં સુધી મધ્યસ્થ રહીને આત્માદિ તોનું મનન કરવાની આવશ્યકતા છે. પ્રથમથી રાગદ્વેષાદિ વૃત્તિવડે કોઈ પણ આત્માદિ તત્વોની માનીનતા સંબંધી એકપક્ષી ન થતાં રાગાદિને ઉપશમ કરીને મધ્યસ્થભાવે શાસ્ત્રકાર અનુભવગમ્ય ત થાય એવી સ્થિતિમાં આવવા પ્રયત્ન કરો. પ્રથમથી કોઈ પણ ધર્મની માન્યતા સંબંધી સત્ય વા અસત્ય સંસ્કારે થઈ જાય છે, તે પશ્ચાત ધર્મની સત્યતા સંબંધી રાગાદિક હેતુઓ આડા આવે છે, અને તે સત્ય તત્ત્વની વિચારણમાં મુખ્ય હેતુભૂત મધ્યસ્થભાવને ઉત્પન્ન થવામાં વિદ્યભૂત થાય છે. માટે પૂર્વથી હું અમુક ધર્મને છું અને અમુક મારે ધર્મ છે, એવી અહંવૃત્તિના સંસ્કારથી સંસ્કારિત ન બનતાં રાગ-દ્વેષ અને અહંવૃત્તિની ક્ષીણતા પૂર્વક મધ્યસ્થભાવ પ્રાપ્ત કર. અને આગમે, શાસ્ત્ર દ્વારા સત્યધર્મની પરીક્ષા કરવી. અને અનુભવગમ્ય થનાર ધર્મને સ્વીકાર કે જેથી આત્માનું ઉચ્ચગુણમાં બદલાઈ જવું થાય. પ્રથમ વા પશ્ચાત જે સત્યધર્મ વસ્તુતઃ અનુભવ જ્ઞાનગમ્ય કરીને ગ્રહણ કરવામાં આવ્યો હોય છે તેથી આત્માની શીધ્ર ઉન્નતિ થાય છે. શ્રી વીતરાગે સમ્યકત્વની પ્રાપ્તિમાં સાત પ્રકૃતિને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાવિકભાવ થાય તે સત્યધર્મને નિશ્ચય થાય છે એમ કમ્યું છે માટે એવું કથન અનુભવગમ્ય કરવાની જરૂર છે.
For Private And Personal Use Only