________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
x
સંવત ૧૯૭૦ ની સાલના વિર
વ્યવહાર અને નિશ્ચય સમ્યકત્વ પ્રાપ્ત કરવાના ઉપાયો.
રાગદ્વેષની વૃત્તિ ક્ષીણ કરવી જોઈએ કે જેથી મધ્યસ્થભાવ રહે. કોઇ પણ વસ્તુનું જ્ઞાન કરવાની પૂર્વે તે વસ્તુ સંબંધી પક્ષપાતઽષ્ટિ ન હેાવી જોઇએ. સમ્યકત પ્રાપ્તિ માટે જે જે પુસ્તકે શાસ્ત્રા, (પ્રાચીન અર્વાચીન) વાંચવામાં આવે તત્સંબધી કોઇનાપર રાગ અને કોઇનાપર દ્વેષ ન હોવા એઇએ. સત્વ પ્રાપ્ત કરવાની પૂર્વે કુલાચારે જે ધમ ગ્રહવામાં આન્યા, તેમાં અ ગર તે વિનાના અન્ય પ્રચતિ ધર્મો પર રાગ દ્વેષ ન હેાવા જોઇએ. આત્મા થા જડ વસ્તુ સંબંધી વિચાર કરીને અનુભવમાં આવે તેવી માન્યતા મધ્યસ્થભાવથી સ્વીકારવી જોઇએ. પહેલાંથી કાઇ પણ દેવ, ગુરૂ, અને ધર્મની માન્યતાના રાગવડે અમુક તત્ત્વમાં બુદ્ધવૃત્તિવાળા ન થવું જોઇએ. હું અમુક ધર્મી છું, એવા વિચાર સ્વપ્નમાં પણ ન આવે એવા મધ્યસ્થભાવ ધારણ કરીને, સાત નય, ચાર પ્રમાણ, અને અનુભવ દૃષ્ટિથી તત્ત્વની વિચા રણા કરવી જોઇએ. સમ્યકત્વની પૂર્વે જે જેધમના સંસ્કારા હ્રદયમાં વાસિત થયા હાય તે તે સસ્કારી સબંધી જે જે માન્યતા સ્વીકારી છે તે સસ છે, અને તેથી ઋતર માન્યતાઓ અસત્ય છે. એમાં કુલાચાર, સંસ્કારવ્રુત્તિ, અને આસપાસનાં વિચાર આચારનાં વાતાવરણ અને આસપાસના સંયોગ પ્રાપ્ત થએલ ધમ પુસ્તકા સબંધી કારણામાં સત્ય અને અસત્ય કેવી રીતે છે ? વા નિષ્પક્ષપાત મધ્યસ્થ દૃષ્ટિથી ન્યાયાધીશની પેઠે હું જે ધમ પાળું છું તે કયા પ્રમાણથી સત્ય વા અસત્ય છે, અને તેમાં મારા આન્તરિક અનુ ભવ અને કયું તત્ત્વ કબુલ કરવા પ્રેરે છે, તેના નિષ્કષાયભાવે જ્ઞાન દૃષ્ટિથી કલાકાના ક્લાકા પન્ત વિચાર કરવા જોઇએ. વિશ્વમાં વર્તમાનકાલ, વિધમાન સર્વ ધર્મના પ્રવર્તકો, તેના ગુણા અને તેના દ્રવ્યથી અને ભાવથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવના વિચાર કરવાની સાથે તેઓએ કઈ દૃષ્ટિએ કેવા જીવને કયા દ્રવ્યાદિકની અપેક્ષાએ કેવા ધર્મને કેવી રીતે કયા કા ઇશ્વરાદિ તજ્જ્ઞા સબંધી ઉપદેશ દીધા, તે સર્વધર્માંના તત્ત્વાના મધ્યસ્થભાવથી મુકાબલા કરીને પરિપૂર્ણુ સત્યને નય અને પ્રમાણથી શોધવું, અને પૂર્વથી અગીકૃત ધર્મ અને પશ્ચાત્ અ'ગીકૃત ધર્મ સબંધી અનુભવ ગમ્ય જે થાય અને જે સત્ય હોય તેને સ્વીકારાય. એવા ગુણોએ યુક્ત મનુષ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૭૭