SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. ૬૭૩ આત્મવીર્યોત્સાહથી પ્રવૃત્તિ કર. હારી પ્રવૃત્તિ આધ્યાત્મિક હેવી જોઈએ. હારા મનમાં પ્રગટતા અધ્યવસાયોથી આત્માની દિશામાં તું કેટલે ઉચ્ચ થયો છે. તે અવબોધાશે. હારી વર્તમાન સ્થિતિ એ ભવિષ્ય જન્મનું આદ્ય ધોરણ છે. માટે જેટલું બને તેટલું આત્મહિત કર. ભૂતકાળમાં નરક, સ્વર્ગ, તિર્યંચ અને મનુષ્યગતિના અનેક પર્યાને ધારણ કરનાર તું પિતજ હતું. જે જે દેવના અવતારો હે કર્યા તેની શક્તિઓનાં બીજો હારામાં જ હતાં. નરકમાં નારકીના અવતારે લીધા તેના હેતુઓ પણ હારા મનમાં હતા. હવે તે વિચાર કે હારામાં કઈ જાતના પર્યાની ખામી છે. આવી રીતે અવતારાદિક અશુદ્ધ પર્યાને ધારણ કરીને તે ભવમાં નાટકમ અનન્તવાર ક્ય, તેના સંસ્કારેનાં બીજકે જે કંઈ સૂક્ષ્મપ્રકૃતિઓ રૂપે હારા અસંખ્યાતપ્રદેશમાં વર્તતા હોય તેઓને સંપૂર્ણ નાશ થાય એ આત્મવીર્યભાવ ખુરાવ. તું શુદ્ધ પગે અપ્રમત્ત બનીને શુભાશુભ પરિણામરૂપે પરિણમતા આત્મવીર્યને પિતાના શુદ્ધધર્મમાં વાળીને શુદ્ધરૂપમાં પરિણભાવ. સંસારરૂપયત્નની કુંચી વા બોયલર સમાન મન છે. શુભાશુભમાં પરિણમતું એવું મને પિતાના આત્માના શુદ્ધધર્મમાં ચિંતવનરૂપ કાર્યમાં વાળવાથી મનની સ્થિરતા થતાં સંસારચક્ર બંધ પડી જાય છે. હે આત્મન ! પિતાના શુદ્ધધર્મમાં મનને રમાવીને તું પિતાની શુદ્ધતાના પ્રદેશમાં આગળ વધ. આ ભવમાં આત્મિક ધર્મોન્નતિને જેટલો પ્રયાસ કર્યો તેટલે આવતા ભવમાં કર નહિ પડે અને આગળથી અભ્યાસ શરૂ કરવો પડશે. બાલના જેટલા વિભાવધર્મ છે. તેનામાંથી અહત્વ ત્યજીને હે ચેતન! ત્યારે શુદ્ધ ધર્મમાં તન્મયભાવે સ્થિર થઈ જા. અન્ય દેવ-દાનવોના સાહાયની આશા ન રાખ. તેઓ પણ મોહના ચક્રમાં સપડાયેલા છે. તે પિતાના આત્મબળ ઉપર જ ત્યારે શુદ્ધાપગ એ સર્વ દેવ-દેવીઓના કરતાં હાર સ્વરૂપની શુદ્ધિ માટે અનતગુણ બળવાન છે. કથાનુયોગનાં અનેક પુસ્તકે વાંચીને અને કથાથી રીઝવવાના કરતાં સ્વકીય શુદ્ધધર્મને પૂર્ણ આવિર્ભાવ. કર કે જેથી સર્વ જગતને ધર્માર્થે હારું જીવન આદર્શરૂપ બને અને તેને કથારૂપે લોકો કથી શકે. ગણિતાગમાં દક્ષત્વ મેળવીને પ્રભાવમાં ગણિતાનુયોગનેના પરિણાવતાં 95 For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy