________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
૬૭૧
નિયમસર કાર્ય કરવાની પ્રવૃત્તિ. નિયમસર કાર્ય કરવાની પ્રવૃત્તિ ધારણ કરવાથી ઘણું કાર્યો કરી શકાય છે. કર્મવીર, દાનવીર, ધર્મવીર અને રણવીર પુરૂષોમાં આ મહાગુણ જોવામાં આવે છે. મહાપુરૂષોનાં જીવન ચરિત્રમાં આ ગુણ મુખ્યતાએ અવકી શકાય છે. નિયમિત ક્રમ-વ્યવસ્થા પૂર્વક કાર્ય કરવાથી મહાપુરૂષની પદવી પ્રાપ્ત થઈ શકે છે. જૈન શેઠ લાલભાઈ દલપતમાં આ ગુણ અમુકાશે દેખવામાં આવતું હતું. જે મહાપુરૂષ જગતમાં મહાકાર્યો કરવાને શક્તિમાન થાય છે તેઓમાં આ ગુણ હોય છે. જેમાં આ ગુણ હોય છે તે વખતની કિંમત સમજી શકે છે, અને તે કાર્યોમાં કંઈ અપૂર્વતા દેખાડવા શકિતમાન થાય છે. એક વખત આ ગુણને અભ્યાસ કરવાથી પશ્ચાત્ સહેજે તેમાં પ્રવૃત્તિ થાય છે. ”
હે ચેતન ! જ્યારે ત્યારે પણું જ્ઞાન અને વૈરાગ્યથી આત્મવીર્યોત્સાહને પ્રગટાવીને અપ્રમત્તદશામાં સ્થિરતા કરી, રાગદેષાત્મક વિકલ્પસંકલ્પને એવી રીતે ત્યારે ક્ષણ કરવા જોઈએ કે, શરીર અને ઇન્દ્રિયની મન્દ વ્યાપારસ્થિતિ થયા છતાં સ્વપ્નમાં માનસિક સ્મપ્રદેશમાં તેઓને સૂમ પ્રાદુર્ભાવ થઈ શકે નહિ. મેહની વૃત્તિનું બીજ છેદાઈ જાય અને તે સર્વથા સ્વપમાં પણ દર્શન ન આપે એવું આત્મબળ જાગ્રત કરવું જોઈએ, જ્યાં સુધી એવું આત્મબળ જાગ્રત ન થાય ત્યાં સુધી મેહશત્રુને વિશ્વાસ સ્વમમાં પણ રાખી શકાય નહિ. પિતાના આત્માની ઉપર ચારિત્રની કેટલી ઉચ્ચ અસર થઈ છે તે સ્વપ્નમાં થતા વિકલ્પ સંકોનાં શુભાશુભ ચિત્રથી સમજાઈ શકે તેમ છે. પિતાના મનના શુભાશુભ વિચારો, પરિણામે, અધ્યવસાયનું બળ, પાંચ ઇન્દ્રિયે અને શરીરને અસર કરે છે, તેથી બાહ્ય શરીરના અન્વવ્યાપાર છતાં પણ અન્તર્ મનમાં શું શું થયા કરે છે, તેને ઉપયોગ રાખીને આત્માની ઉચતા થાય એવું ઉચ્ચ વિચારમય મન બને એવું કરવું એજ વાસ્તવિક આન્તરિક ધર્મકર્તવ્ય અવધવું. પિતાના મનને પરિણામેને મન:પર્યવની સાહા વિના પિતાની મેળે અવધી શકીએ તેમ છીએ. અત એવ જાગ્રત અને સુપ્તિદશામાં કાર્ય કરનાર મનની આન્તરિક સ્થિતિ અલેવાની તથા તેને સુધારવાની
For Private And Personal Use Only