________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલને વિચારે.
ગણિતાનુયોગને પ્રવેશવામાં આવે છે તે સતિક છે. ધર્મફલપ્રતિપાદક કથાગ્રન્થોને દ્રવ્યાનુયોગદષ્ટિએ અને ચારિત્રાનુયોગદષ્ટિએ વિચારીને પરસ્પરને વિરોધ દૂર કરવો જોઈએ. ધર્મફલ વર્ણનસૂત્ર, સ્વાભાવિક ચારિત્રસ્વરૂપ દર્શન કસૂત્ર, અન્તરંગસ્વરૂપ પ્રતિપાદકસૂત્ર, ઉપમાસૂત્ર, ભયદશકસૂત્ર, વિધિપ્રતિપાદકસૂત્ર, કલ્પિત અને અકલ્પિતકથાનુયોગસૂત્ર વગેરે સૂત્રોનું કઈ દિશાએ કઈ દષ્ટિએ પવન છે તેને સમ્યગ સર્વાનગની રહસ્યદર્શકદષ્ટિએ વિચાર કરીને પરસ્પર અનુયોગમાં ઉદ્ભવતા વિરોધનો પરિહાર કરીને સર્વ અનુગાનું માહામ્ય વિચારવું.
જગતમાં આત્માના ગુણોવડે અલંકૃત એ જ્ઞાની હોય છે, તે તે જ્ઞાનપક્ષમાં અનેક લોકોને રૂચિ કરાવી શકે છે. જ્ઞાનની સાથે ત્યાગ વૈરાગ્યાદિ ગુણો હોય છે, ત્યારે અનેક લોકો પર જ્ઞાનની અસર થાય છે. ભક્તિમાર્ગમાં જે આત્માના ત્યાગ સમાદિક ગુણ હોય છે, તે તે અન્ય લોકો પર સારી અસર કરવા શકિતમાન થાય છે. ક્રિયા પક્ષીઓમાં ત્યાગાદિક અનેક સગુણો હોય છે, તે તે અન્ય લોકાપર ક્રિયાપક્ષની અસર કરવા શકિતમાન થાય છે. હઠયોગીઓમાં ત્યાગ, વૈરાગ્ય, હામા, નિતિ વગેરે ગુણોનું પ્રાકટય હોય છે તે તેઓ વિશ્વપર પિતાના પક્ષની અસર કરવા શકિતમાન થાય છે. અજ્ઞાનીઓનું જ્યારે જોર હોય છે, ત્યારે કર્મ કાંડ માર્ગ વગેરે સ્થૂલ ધર્મપક્ષોનું સામ્રાજ્ય જ્યાં ત્યાં દેખવામાં આવે છે. જ્ઞાનપક્ષગ્રાહકોમાં જ્યારે વિષયવાસના, ભગ, અનીતિ વગેરે દુર્ગુણનું જોર વધી જાય છે ત્યારે જ્ઞાનપક્ષ પરથી લોકેની રૂચિ ઉતરી જાય છે. અને ભક્તિ વગેરે માર્ગ પર લેકેનું વલણ થાય છે. જ્યારે જ્યાં ભકિત માર્ગના અનુયાયીઓમાં મોહ, રાગ, દ્વેષ, વિષય, લાંટિય, કદાગ્રહ, સંકુચિતદષ્ટિ, અનીતિ વગેરે ગુણે ઉભરાય છે; ત્યારે તેઓના પરથી લોકોની રૂચિ ઉઠી જાય છે, અને જ્ઞાનાદિક માર્ગો પર લોની રૂચિ વળે છે, એમ સ્વાભાવિક રીતે થતું દેખવામાં આવે છે. દુનિયામાં ચાલતા સર્વ મહાધર્મો છે જે લોકોમાં થાય છે, તેમાં ઉપર પ્રમાણે અનુભવ દષ્ટિગોચર થાય છે. દુનિયામાં વિશેષ પ્રકારે નીત્યાદિક ગુણોને આચાર વ્યવહારમાં પ્રકટાવી બતાવનાર ધર્મને વિશેષ ફેલાવો થાય છે. જે ધર્મમાં તત્ત્વની વાત છે પણ ગુણો વડે આચારવ્યવહારપર દુનિ
For Private And Personal Use Only