________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૬૫
મને ગુપ્તિ, મને ગુપ્તિ અને વચનગુપ્તિની સિદ્ધિ થતાં સહેજે કાયેગુપ્તિની સિદ્ધિ કરી શકાય છે. મને ગુપ્તિ અને વચનગુપ્તિધારા પ્રગટેલ આત્મબળની અસર શરીરપર થાય છે, અને તેથી કાયગુપ્તિની અંશે અંશે સિદ્ધિ થાય છે. કાયગુપ્તિની અસર ખરેખર મન પર થાય છે. કાયગુપ્તિથી મનમાં પ્રગટતા વિકલ્પ સંકલ્પપર કાબુ મેળવી શકાય છે, એમ કથવામાં આવે તે એક અપેક્ષાએ તે સત્ય કરે છે. કાયમુતિથી શારીરિકસ્થિતિ પર કાબુ મેળવી શકાય છે, અને તેથી કાયસંયમની સિદ્ધિ થાય છે, મને ગુપ્તિથી અને વચનગુપ્તિથી અનેક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને તેથી જગતપર ધર્મોને પ્રચાર કરી શકાય છે. પિતાના આત્મામાં શક્તિ પ્રગટાવવી હોય તે મને ગુપ્તિ અને વચનગુપ્તિની સિદ્ધિ કરવી જોઈએ. મનગુપ્તિની સિદ્ધિ થતાં આત્મા એજ પરમાત્મરૂપ પ્રકાશથી ઝળહળ શોભ્યા કરે છે. આત્મામાં પરમાત્મતાને અનુભવ કરવો હોય તે મને ગુપ્તિ સેવવાની જરૂર છે. આત્માની સ્થિરતા પ્રાપ્ત કરવી હોય અને આત્મસુખ અનુભવવું હોય તે મને ગુપ્તિને સેવે, અને પશ્ચાત અત્તરમાં અનુભવ કરીને તમે તેનું સ્વરૂપ પ્રકાશે. ભગુપ્તિના સૂક્ષ્મ પ્રદેશમાં ઉંડા ઉતરીને સ્થિરતા કરવાથી આત્માના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શકાય છે. મને ગુપ્તિ એ રાજયોગને મહાન માર્ગ છે. મને મુક્તિ એ મોક્ષનું દ્વાર છે. મને ગુપ્તિ એ અનુભવજ્ઞાનનું સ્થાન છે. મનગુપ્તિ એ પાતાળ કુવાની પેઠે આત્માની શક્તિ મેળવવાનું અખૂટ સ્થાન છે. મગુપ્તિ સાધ્યા વિના મનત્વને અનુભવ થતો નથી. અત એવ મુનિયે મનગુપ્તિની સેવા કરવી જોઈએ.
મનની ચંચલતા વારવા માટે મને ગુપ્તિ સાધવાની જરૂર છે. અનેક પ્રકારની વિકથાઓ કરતાં અને લોકરંજન કરતાં કઈ કલ્યાણું થવાનું નથી. આત્માનું કલ્યાણ કરવું હોય તે મનગુપ્તિની સિદ્ધિ કરવા પ્રયત્ન કરે જોઈએ. મને ગુપ્તિની સિદ્ધિ કરવી એ જ પરમ કર્તવ્ય છે. આત્મદેવને રીઝવવા હોય તે મને ગુપ્તિનું સેવન કર. સંકલ્પબળની સિદ્ધિ કરવી હોય તો મન ગુપ્તિને આદર. આત્મામાં સર્વ પ્રકારની ઋદ્ધિ દેખવી હોય તો મને ગુપ્તિનું પ્રેમથી સેવન કર. નકામા વિકલ્પસંકલ્પ કરીને મને
84
For Private And Personal Use Only