________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૬
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
કરી શકે છે. સ્થૂલ સૂક્રમાદિ ભેદે વ્યવહાર સાધન પ્રવૃત્તિ ધર્મના ભિન્ન ભિન્ન કાર્યની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ભેદ પડે છે. અભય, અપ, અને અખેદપણે વ્યવહારધર્મને સાધતાં નૈઋયિક સહજ સુખધર્મની પ્રાપ્તિ થાય છે!
ज्ञानस्य फलं विरतिः
જ્ઞાનનું ફલ વિરતિ છે. ગુણસ્થાનકે ગણતાં વાર લાગતી નથી. નીતિનાં સૂત્રો ગણી જતાં વાર લાગતી નથી. પણ ગુણ સ્થાનક રૂપે પરિણામ પામવું વા નીતિરૂપે પરિણમવું એ અનન્ત ગુણ દુર્લભ કાર્ય છે. મુક્તિનું જ્ઞાન કરતાં વાર લાગતી નથી, પણ મુકત થતાં ઘણીવાર લાગે છે. આત્મા તે પરમાત્મા છે. એમ જાણવું તે સહેલ છે. પરંતુ આત્માને પરમાત્મા કરવા માટે મોહભાવથી-માયાથી સંપૂર્ણ વિરામ પામવું એ કાર્ય મહામુશ્કેલ છે. શ્રી વીરભુએ સત્તાવીશમાં ભલે પિતાના આત્માને પરમાત્મારૂપ કર્યો. શ્રી નેમિનાથ ભગવંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ નવમા ભવે પિતાના આત્માને પરમાત્મરૂપ બનાવ્યો. શ્રી ઋષભદેવ ભગવંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તેરમા ભવે સર્વ પ્રકારના મોહભાવથી વિરામ પામીને પરમાત્મપદ પ્રાપ્ત કર્યું. શ્રી પાર્શ્વનાથ ભગવંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને દશમા ભવે પરમાત્મપદ પ્રાપ્ત કર્યું. સમરાદિત્યે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વિરતિ પ્રાપ્ત કરવામાં ઘણે કાલ વ્યતીત કર્યો હતે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વિરતિરૂપ મહાપર્વતના શિખર પર પહોંચતાં, તરતમ, પ્રયોગે સર્વ અને ભવ કરવા પડે છે. કોઈ જીવ જ્ઞાન પ્રાપ્તિની સાથે જ વિરતિત્વ પ્રાપ્ત કરે છે, અને કોઈને કર્મોદયથી તે પ્રમાણે બનતું નથી. કેટલાક જીવો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોહભાવથી વિરામ પામવા રૂ૫ વિરતિ પર્વત પર ચઢવા પ્રયત્ન કરે છે અને તે કેટલાંક પગથીયાં ચઢે છે; અને પુનઃ લપસીને પાછા પડે છે. કેટલાક વિરતિરૂપ પર્વત પર આરેહણુ વેગે વગે કરે છે, અને કેટલાંક શનૈઃ શનૈઃ કરે છે. કેટલાક વિરતિ રૂ૫ સિદ્ધાચલ ગિરિના હીંગળાજના હડે સુધી આવીને પુનઃ પાછા પડી ઠેઠ તલાટી સુધી આવીને પુનઃ ચઢવાને પ્રયત્ન કરે છે. કેટલાક વિરતિરૂપ વિમલાચલ પર્વતપર ચઢતાં પગથીયે પગથીયે વિસામે લેતા લેતા ચઢે છે,
For Private And Personal Use Only