________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
૬૫૫
વ્યવહાર ધર્મની મહત્તા,
- નિશ્ચયધર્મની વાતને તડકા મારનારાઓ જે વ્યવહારધર્મમાં સાપેક્ષાચારથી શિથિલ હોય છે તે તેમની અન્ય મનુષ્યો પર સમન્ અસર થતી નથી. નિશ્ચયન ધર્મમાર્ગમાં વહાવનાર વ્યવહાર ધર્મ છે. વ્યવહારના અનેક ભેદ છે. તેમાંથી ગમે તે ભેદની આરાધના કર્યા વિના નિશ્ચયધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી. આત્મામાં પ્રગટેલા નિશ્ચય ધર્મને સ્થિર કરનાર વ્યવહાર ધર્મનું અવલંબન સત્ય છે. વ્યવહારધર્મનું અવલંબન ત્યાગ કરતાં જે નિશ્ચય ગુણ પ્રાપ્ત કર્યો છે. તેમાંથી પ્રમાદ થવાથી તે ટળી જાય છે માટે છદ્મસ્થ જ્ઞાનીઓએ નિશ્ચય ધર્મ પરિણતિતઃ આત્મસુખાનુભવ કરીને પશ્ચાત વ્યવહારધર્મને ત્યજેવો ન જોઈએ. અમૃતનું ભોજન જમ્યા બાદ આનન્દ પ્રગટે એ સ્વાભાવિક છે, પરંતુ તેથી અમૃત ભેજનની સામગ્રીને સદાને માટે ત્યાગ કરવો ઘટી શકે નહિ. તદત નિશ્ચયધમની પરિણતિથી પરિણામ પામ્યાથી આત્મસુખાનુભવ પ્રાપ્ત થવાથી વ્યવહારધર્મનાં સાધનેને ત્યાગ ન કરવો જોઈએ. નિશ્ચય પરિણતિથી પડતાં આલંબનભૂત વ્યવહારધર્મ થાય છે. માટે વ્યવહાર ધર્મરૂપ નિમિત્તકારણેને ત્યાગ ન કરવો જોઈએ. નિશ્ચયધર્મ છે અને વિશેષતઃ લાભપ્રદ છે એમ એક વ્યક્તિની અપેક્ષાએ કથીએ તે તે વારતવિક છે પરંતુ વ્યવહારધર્મને તે એક અને અનેક વ્યક્તિની અપેક્ષાએ વિચાર કરીએ તો પણ તે સ્વપરહિતાવહ છે. એમ બાલ્યાવસ્થાથી વેષ, આચાર, અને ઉપદેશાદિથી અનુભવગમ્ય થઈ શકે છે. અતએ શ્રી વિરપ્રભુએ પ્રથમ વ્યવહારધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે અને પશ્ચાત નિશ્ચયધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે. નિશ્ચયધર્મની મહત્તા દર્શાવવામાં આવે છે તેનું કારણ એ છે કે વ્યવહારધર્મસાધનને સાધનારાઓ, નિશ્રયદષ્ટિને અન્તર્મ ધારણ કરી શકે, વ્યવહાર ધર્મની મુખ્યતા–મહતા દર્શાવવામાં આવે છે તેનું કારણ એ છે કે, વ્યવહારધર્મ કારણ છે. કારણ વિના કાર્યની સિદ્ધિ થઈ શકે નહિ. જે જે કર્યો પ્રગટે છે. તે તે કારણે વિના હતાં નથી. મુક્તિરૂપ કાર્યની સિદ્ધિનાં જે જે કારણે સાધને જે જે ગુણસ્થાનક પર્યન્ત સેવવા યોગ્ય છે, ત્યાં સુધી સેવવાથી તેઓ આત્માના નૈઋયિક ગુણોની સ્થિરતા પૂર્વક તેઓની પરિપૂર્ણ વૃદ્ધિ કરીને આત્માની–પરમાત્મતા પ્રગટાવે છે.
અત એવ વ્યવહારધમની આવશ્યક્તા ઉપગિતા અને મહત્તા તેના સ્વભાવે સિદ્ધ થાય છે. તેને સમ્યમ્ અનુભવ ખરેખર અનેકાન્તવાદી રાનીએ
For Private And Personal Use Only