________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચો..
પરિણમન થાય તે જ તે સદા રહે એમ વિચારીને ક્ષાયિકગણે આત્મસ્વભાવ પરિણમન પ્રાપ્ત થાય એવા આત્મશુદ્ધિધર્મકર્તવ્યને ઉપગમાં ગ્રહવાની આવશ્યક્તા છે. આત્મશુદ્ધિધર્મ પરિણામે પરિણમવાને માર્ગ અલૈકિક છે, માટે લોકિક સંજ્ઞાના રોઢિક વ્યવહારબંધનને વિચ્છેદવાની અને અલોકિક માર્ગનાં અવલંબનેને અવલંબવાની વાસ્તવિકતા ક્ષણે ક્ષણે સ્મરવી જોઈએ, અને આત્મ શુદ્ધધર્મ પરિણમનમાં પરિણમવાને આત્માને તેની સ્થિતિમાં તન્મય કરવો જોઈએ. આત્મશુદ્ધધર્મને સાધવો એ આવશ્યક કર્મ છે. અધ્યાત્મદષ્ટિએ આત્માને અન્ય દ્રવ્યથી ભિન્ન અદ્વૈતપણે ભાવીને વિકલ્પાતીતદશા અનુભવવી જોઈએ. ક્રોધ, મદ, મત્સર, ભય, કામાદિને પરિપૂર્ણ નાશ થાય ત્યારે ખરી આત્મદશા પ્રગટી એમ અવધવું. આ શરીરહૃદય વગેરે ભયાદિથી ભયાદિ ચેષ્ટા કરે નહીં એવી સ્થિતિ થઈ શકે તેમ છે, અને તે પ્રાપ્ત થાય એવું આત્મચારિત્ર્ય પ્રાપ્ત કરવું.
મુ. લાડોલ
શું સમજવું જોઈએ ? સત્યતત્વ. શું કર્તવ્ય છે?-સુખ મળે તે કરણી શું પૂછવા એગ્ય છે ?-જેથી બોધ થાય તે. શું પઠવા ગ્ય છે ?—જેથી દુઃખ ટળે તેવું. સેવવા યોગ્ય કર્યું ? સદ્દગુરૂ અને તેમની આજ્ઞા શું ત્યાજ્ય છે ? જેથી દુ:ખ થાય તે. શું સત્ય છે ? અનુભવજ્ઞાનમાં ભાસે તે. શું આદરણીબ છે ? જેવી સદની શાંતિ મળે તે. શું વિષસમાન છે ? જેથી દુ:ખપરંપરા વધે તે.. શું કથનીય છે? જે અનુભવમાં સત્ય જણાય છે. કયાં શાસ્ત્રો સાચાં ? જે અનુભવમાં સત્ય ભાસે તે. કયો ધર્મ સાચો?—જે અનુભવમાં સત્ય ભાસે છે. શરીરમાં વસનાર કોણ ?—આભા
For Private And Personal Use Only