________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ની સાલના વિચારે.
જે મનુષ્યની સ્વત્વનુસારે રૂઢીભૂત ધર્મકિયાચાર પ્રવૃત્તિ સજજડ થઈ હોય. અને તત્તિ માન્યતા વિરૂધ્ધ ય ય ભિન્ન ભિન્ન વિચારાચારમાં વિપરીતતા અન્ધદષ્ટિતઃ દઢીભૂત થઈ હોય તેને સ્વાતિશયને તેલ કરીને તેની ધાર્મિક વૃત્તિ પ્રવૃત્તિને વિકાસ થાય, અને તે સંદિગ્ધદશામાં ન રહે તેમ તેને અગ્રિમેચ સ્થિતિ પ્રતિ લાવવા દેશકાલજ્ઞ કુશલ વૈધની પેઠે પ્રયત્ન કરો.
વત. પોતાને માટે કોઈ ગમે તે કો, વિચારે અને લખે તે પણ દયિક ભાવની દૃષ્ટિ ન વર્તે એવો ઉપયોગ રાખ! ! ! ઔદયિક ભાવ વૃદ્ધિકારક રાગ દેવાત્મક પરિણામનું પ્રાકટય અન્તમાં સૂક્ષ્મ ચેતન ગુણ પગે ન થવા દેવું એજ તારૂં રાધાવેધવત્ સ્વસાધ્ય છે, એમ આન્તરિક વાસ્તવિક દૃષ્ટિએ દેખ, અને પ્રાસંગિક પ્રાપ્ત શુભાશુભમાં અન્તથી નિર્લેપતાએ વર્ત.
પ્રત્યેક પ્રાપ્ત શુભાશુભ વૃતાન્તને સૂક્ષ્મ વિવેકાનદષ્ટિથી સ્વ અને પર દ્રવ્યને ભેદ પાડીને અવલકવાની અભ્યાસના ધાર, અને બાહ્ય સ્થળ શુભાશુભમાં અહંવ વૃત્તિ વિના વર્ત તથા નામરૂપના સ્થૂલ તથા સૂક્ષ્મ પ્રપંચથી ભિન્ન શુદ્ધ ધર્મસ્વરૂપધારી સ્વસ્વરૂપમય થા.
અજ્ઞાન જમાનામાં રજોગુણ અને તમોગુણ ધર્મોને આદર થવાથી રજોગુણ તમોગુણી મનુષ્યનું જોર વધે છે, અને જ્ઞાન જમાનામાં સત્વગુણી ધર્મોનું પ્રાબલ્ય વધે છે. રજોગુણી અને તમોગુણી ધર્મોમાં પ્રાયઃ અજ્ઞાની મેહી જીવે ઘણું હોય છે, અને સત્ત્વગુણુ ધર્મમાં જ્ઞાની અને નિર્મોહી મનુષ્ય અવલોકવામાં આવે છે. પ્રવૃત્તિના જમાનામાં નિવૃત્તિ ધમની ગણતા અવલોકવામાં આવે છે, અને નિવૃત્તિના જમાનામાં વ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ ભેદે પ્રવૃત્તિની ગણતા દેખવામાં આવે છે.
For Private And Personal Use Only