________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
ઇતિહાસના પટ પર તમારું વન કાલિમાને ધારણ કરશે, અને ભવાન્તરમાં તમને સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ થવાની નથી. ઉદારદષ્ટિ પ્રવર્ધક જૈનતત્ત્વ સાનુકૂલ નીતિ સદાચારને માન્ય રાખી ધર્મસમાજ સંકુચિતકારક વિચારોને અને આચારોને હાંકી કાઢે. તથા સંકુચિત રૂટિ બંધન વિચાર માલિન્યધારક સંકુચિત દૃષ્ટિવંત મુનિ વા ધનવંત ગૃહસ્થ હોય તે પણ તેના પરાધીન ન બને એ શિક્ષા પુનઃ પુનઃ હૃદયમાં ધારવા યોગ્ય છે !
પ્રત્યેક ધર્મનાં ઐતિહાસિક વા તેની સ્થાપના કરનારાં પુસ્તકના વાચનથી તે તે કાલના ધાર્મિક લોકોની દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવાનુસારે કેવી સ્થિતિ હતી? તેનું હૃદય આગળ ચિત્ર ખડું થાય છે. જે જે વખતે ધર્મનાં પુસ્તક વિદ્યાને ધર્મની સ્થાપનાર્થે લખે છે, તે કાલમાં તે તે વિદાને પિતાના ધર્મની મહત્તા કરવા શું શું લખે છે અને અન્ય પ્રચલિત ધર્મી પ્રતિ કેવી દષ્ટિથી શું શું લખે છે તે અવેલેકી શકાય છે. અને તેથી સત્યાસત્યનો વિવેક કરી શકાય છે. જે જે દેશમાં જે જે ધર્મો તત્ તત્ સમયે પ્રચલિત હોય છે તેનું કવચિત કઈકઉલ્લેખન, તત્ તત્ કાલમાં રચાયેલાં પુસ્તકમાં અમુક દૃષ્ટિએ કરેલું હોય છે, તે વાચનથી અવલોકી રોકાય છે. પૂર્વ કાલમાં પ્રત્યેક ધર્મનાં રચાયેલાં પુસ્તકથી તે સમયે સમાજ પર કેવી અસર થઈ હતી, અને અધુના તે તે ભિન્ન ભિન્ન ધાર્મિક પુસ્તકોના વિચારેની જૈન સમાજ પર કેવી અસર થાય છે, તથા પૂર્વકાલના ધાર્મિક ગ્રંથોમાંના ક્યા ધાર્મિક ગ્રંથના વિચારોની સંપ્રતિ પણ જૈન સમાજ પર વિશેષ અસર દેખાય છે, તે સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેવામાં આવે તે જનસમાજમાં ધાર્મિક વિચાર પ્રસરાવવા માટે વિશેષાનુભવ મળી શકે તેમ છે. તથા તેથી ધાર્મિક વિચારમાં અને આચારોમાં સુધારે કરી શકાય છે.
For Private And Personal Use Only