________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
૬૩૫
માણસા અને તેની આસપાસના ચાવડાવંશીય રમ્પ જૈનધર્મ પાળતા હતા. ચાવડા રમ્પ વણિક તરીકે થએલા માણસાના ઉગરચંદ કરમચંદવાળા વગેરે છે. રાજાએ ઠાકોરે વગેરેને જૈન સાધુઓની સાથેનો પરિચય ટળવાથી અને બ્રાહ્મણનો પરિચય થવાથી રાજ ઠાકોરે વગેરે વેદાન્તધર્મના અનુયાયી થવા લાગ્યા.
માણસા તરફના ચાવડા વગેરે રજપૂતો દયાધર્મને પાળે છે અને જેનસાધુઓ તરફ પ્રેમ તથા માનની દૃષ્ટિથી દેખે છે. જૈન સાધુઓએ તેમની ઉન્નતિ થાય, એવા ઉપાયોને ઉપદેશ દેવો જોઈએ. તેમના પરિચયમાં આવીને જૈનેએ સાહાધ્ય કરવી જોઈએ. રજપૂતાદિ અન્ય જાતોના ઉદ્ધાર માટે આત્મભોગ આપ્યા વિના તેઓનું જૈનધર્મની ઉત્તમતા સંબંધી મન્તવ્ય સિદ્ધ થવાનું નથી. સામ્પત પેટની સાથે અને કન્યા વ્યવહાર આદિના સાનુકુલ સંયોગોની સાથે ધર્મને ઉપદેશ કંઈક અસર કરી શકે તેમ છે. કરોડો રૂપેયાને ભોગ આપીને ગુરૂકુલે સ્થાપીને તેમાં રજપૂત વગેરે વિદ્યાર્થિયને ભણાવવામાં આવે તે ભવિષ્યમાં જૈનધર્મનું સજીવનાવસ્થામાં ઉદાર પરિવર્તન થઈ શકે તેમ છે. અરે જૈને ! તમારી આંખો ક્યારે ઉઘડશે? તમારા કરડે રૂપૈયા નકામા ખર્ચાય છે તે સંબંધી વિચાર કરે. સંકુચિત વિચારોના ગુલામ બનીને અરે તમે આખી દુનિયાને આત્મસુખ સ્વતંત્રતા સમપનાર એવા જૈનધર્મની મહત્તા ન ઘટાડે, અરે સાધુઓ ! તમે પરસ્પર ધૂળ જેવી બાબતોમાં જાદવાસ્થળી ન કરે.
જૈનધર્મ મતભેદમાં ભિન્ન ભિન્ન સંખ્યામાં પરિણિત જૈનબાંધ? સપ્રતિ જાગ્રત થઈને તમારું વ્યાવહારિકાન્યુદય શ્રેયઃ અને ધાર્મિકાવ્યુદયશ્રેયઃ પ્રતિ લક્ષ દે. તમારું અસ્તિત્વ સંરક્ષાયેલું રહે અને તેથી અનેક વિશાલ દીર્ધદષ્ટિ સાધ્ય ધર્મસમાજ વિસ્તાર પ્રતિદિન પ્રવૃદ્ધિ થાય એવા સામ્પત સદ્વિચારોને લોક-ભયસંજ્ઞાને ત્યાગ કરીને આત્મબળ પ્રકટન પૂર્વક સત્ય કૃતિરૂપે સ્થૂલ જગત ધર્મ સમાજમાં અનેક સંકટ સામા ઉભા રહીને પ્રકટ કરશે તે સ્વધર્મ સમાજાસ્તિત્વ સંરક્ષક તરીકે ગણાશે. અન્યથા તમારી સંકુચિત દ્રષ્ટિ, મન્દભાવ, દૈન્ય, વાર્થવૃત્તિ આદિથી ભવિષ્યમાં
For Private And Personal Use Only