________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. -~~
------------~~~-~~-~જૈને જ્યારે શ્રી મહાવીર પ્રભુના ઉચ્ચ આશયથી દૂર થવા લાગ્યા, અને સંકુચિતદષ્ટિથી જૈન સમાજના બંધારણ જેવા આચારમાં પ્રવૃત્ત થયા તેથી ન અમુક જાતિ તરીકે હાલ વિદ્યમાન રહ્યા છે. જેને આચારના અને સદ્વિચારેના જૈન સમાજ બંધારણ તરફ તથા તેના વિશાલ પ્રસાર તરફ સંકુચિતવૃત્તિથી ન પ્રવર્યા હોત અને જનસમાજની ધાર્મિક રૂચિને અનુસારે વિચારસંકલનાને ગુથી હોત તો કુલાચાર તરીકે ચારે વર્ણમાં સંપતિ પણ જેને વિધમાન રહેત, અને તેઓ યથાશક્તિ વણકર્માનુસારે સર્વ લોકોને જૈનધર્મ આચરતા દેખી શકત. જૈનાચાર્યોએ પુસ્તકોમાં આવી સંકુચિતતા. દર્શાવી હોય એમ પ્રાયઃ અવલોકાતું નથી, પરંતુ રૂટિનાં બંધનો અને સંકુચિત વિચાર, પક્ષાબંધન રૂઢિના આચારના પ્રવર્તક ગૃહસ્થોએ તત્સંબંધી ભવિષ્ય સ્થિતિને તથા આત્મિકધર્મ વિશાલતા અને ઉદારતાને વિચાર ન કર્યો તેથી વર્તમાનનાં કેચિત ધર્મ વિશાલતા પ્રચારક પ્રતિઘાતક ધાર્મિક રૂઢિબંધનભૂતવિચારે એકદમ જૈન સમાજમાંથી દૂર કરી શકાતા નથી. તેમજ તે રૂટિબંધને એકાન્ત ધર્મનાં અંગે છે, એમ રૂઢિના પૂજારીઓ સંકુચિતવૃત્તિથી સ્વીકારીને પ્રચારક વિશાલ વિચારેને અને તેના ઉપદેશકોને ધિક્કારવા પ્રયત્ન કરે છે. સર્વદેશીય સર્વવર્ણગ્રાહ્ય અને સર્વત્ર આરાધ્ય જૈનધર્મ કરવાને ઉદાર ધમ સમાજ નિયમ અને વિચાર પ્રચાર કરવામાં યાવત વિઘશ્રેણિઓ આવીને ઉભી રહે છે, તાવત જૈનધર્મના પાલક દુનિયામાં અમર રહે, એવી આશા પરિપૂર્ણ રાખી શકાય નહિ. જે ધર્મના આચારો અને વિચારે સંકુચિત કરવામાં આવે છે તે ધર્મ માનો કે આખી દુનિયાને ધર્મ હોય તે પણ તેને પાળનારાઓની સંખ્યાને ઘટાડો થતાં તેને હળવે હળવે વિનિપાત થઈ શકે છે અને તેનું અસ્તિત્વ ગ્રંથમાં રહી શકે છે. તથા ધર્મવિચારે તરીકે તે ઐતિહાસિક ગ્રંથોમાં અમર રહી શકે છે. પરંતુ ધર્મના અનુયાયીઓ તરીકે તે સ્વાસ્તિત્વ સંરક્ષી શકે નહિ. જૈનોના અસ્તિત્વ સહ જૈનધર્મ તત્ત્વોનું અસ્તિત્વ જે રહ્યું છે. તેમાં જે હાનિ થઈ છે તે તો વાસ્તવિક રીતે વિચારીએ તો સામાન્ય ધર્મ વિચારોમાં નાના ભેદો અને તેના વેગે ભિન્ન ભિન્ન સંકુચિત વિચારોનાં અને આચારનાં રૂઢિ બંધનની ઘનગ્રંથી અને જૈન સમાજમાં નાના મતભેદે ઉદારતા અને મસહિષ્ણુતાને સ્થાને વ્યાપ્ત ધમક્લેશ, અસહનતા, કુસંપ વગેરે કારણે છે. રાષ્ટ્ર પ્રવર્ધક સામ્પ્રદાયિક સામ્યતા વિચારકારક પ્રધાન મંડલોના દ્રવ્ય ક્ષેત્ર કલાનુસારે પ્રવર્તિત વિશાલ લાભપ્રદ
80.
For Private And Personal Use Only