________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
૬૨૮
શુભ વિચારમાં મનને રોકવાની શક્તિ આવી એટલે સમજવું કે આપણે આત્મા પેગ પ્રગતિમાગમાં પ્રવૃત્ત થયો છે. અશુભ રાગદ્વેષ પટલાવીને શુભધર્મમાં પ્રશસ્ય રાગાદિ પ્રગટાવવાની શક્તિ આવી એટલે સમજવું કે આત્મા પિતાના માર્ગમાં પૂર્ણ વેગે ગમન કરવા શક્તિમાન થયો છે. સર્વ પ્રકારની મોહવાસનાને લય કરે એજ સમાધિ માગ છે,
ભૂતકાલમાં કરેલા વિચારોનું વર્તમાનમાં સ્થૂલ પરિણામ ફલ અનુભવાય છે. દિવસના વિચારો સ્વપ્નમાં સીનેમેટેગ્રાફની પેઠે સ્થૂલરૂપ ધારણ કરે છે, તત્ વર્તમાનમાં કરેલા રાગાદિના વિચારે ભવિવ્યમાં સ્થલ પરિણામપ્રદરૂપ ધારણ કરશે. દિવસમાં કામીઓ દેખેલી સ્ત્રી તેને રાત્રીએ સ્વપ્નમાં દેખાય છે. તે પ્રમાણે મેહરિનાં સાંપ્રતકાલમાં થએલાં સૂક્ષ્મરૂપ ભવિષ્યમાં અમુક સ્થલાકારે પરિણામને પામે છે, એમ અવઓને આત્માની શુદ્ધિવૃદ્ધિ કરવા અને વાસનાઓને પરિપૂર્ણ ક્ષય કરવા નિવૃત્તિમાર્ગમાં અત્યંત આગળ વધવું જોઈએ, અને મેહાદિ વૃત્તિથી ભિન્ન સર્વથા સર્વદા આત્માને અનુભવી રહ્યા કરે એવો આપયોગ પ્રાપ્ત કરવા માટે સમાગમ વગેરે હેતુઓને અત્યંતા ત્યંતપણે સેવવા. શાન્તિઃ રે
પ્રભુપર અત્યંત પ્રેમ જેને હેય છે, તેને જગતના સર્વ જેમાં પ્રભુત્વ દેખાય છે. જે સર્વ પ્રાણીઓ પ્રતિ પ્રભુ જેવી પ્રીતિ, ભાવના અને સદ્વર્તન રાખે છે, તે પોતે પ્રભુરૂપ છે; એમ નય સાપેક્ષદષ્ટિથી અવાધવું. અખિલ વિશ્વમાં જેની સર્વત્ર પ્રભુભાવના પ્રસરી છે, તેના ધાર્મિક વિચારમાં અનન્તબળ સ્થપાયેલું હોય છે, અને તે અનન્તતાને પ્રાપ્ત કરી શકે છે. સત્તાએ અપ્રાય અને વ્યક્તિએ પ્રાકટય એવા સર્વ જીવોમાં પ્રભુનાં રૂપને સતપગદષ્ટિએ જે સ્મરે છે, અવલોકે છે; તે પોતે પ્રભુતામાં અમર થયો છે, એમ અવબોધવું, સર્વ પ્રાણીઓમાં સર્વત્ર સર્વદા સર્વથા
For Private And Personal Use Only