________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો. ---------~----- શાશ્વત સત્તામય પ્રભુ અવલોકવાની શક્તિ પ્રાપ્ત થઈ એટલે તે આગના રહસ્યને અવિવાદથી સાક્ષાત કરી શકે છે. આવી સ્થિતિવાળા મહાત્માનું હૃદય તેજ સર્વ શાસ્ત્રનું સ્થાન છે. સત્તાએ સર્વત્ર સર્વથા સર્વદા ભાવનાએ સર્વ જીવોમાં તિરભાવીય સિદ્ધત્વનું જે ધ્યાન ધરે છે, તે મહાપુરૂષ વ્યક્તિગત સિદ્ધત્વને આવિર્ભાવીયરૂપે સ્વમાં અવલકવા અમુક કાળે સશક્ત બને છે. સંગ્રહનય સત્તાગત સિદ્ધવ ભાવનાના બળવેગમાં જે પ્રતિક્ષણે વિશેષતઃ વહે છે, તે સ્વસિદ્ધત્વને તથા અન્ય જીવગત સિદ્ધત્વને અવકે છે, અને તે સર્વ પ્રકારનાં બધાનેથી સ્વને વિમુક્ત દેખવા સમર્થ થાય છે. અન્ય જીવોમાં અને સ્વમાં સિધ્ધત્વ અવલોકવું અને ભાવવું એજ અપક્ષ જ્ઞાનાનુભવપ્રદેશમાં સ્થિર થવાનું અલૌકિક ચિનહ છે. જે મનુષ્યમાં આવી સિદ્ધવભાવનાની મનીષા પ્રકટી નથી, તે મનુષ્ય સંકુચિત એકદેશીય ધર્મોન્માદ વિચાર-વાતાવરણના ગડુરિકપ્રવાહે સેવકે બનેલા હોય છે, તથા તેઓ સર્વત્ર નીચતાને સ્વવૃત્ત્વનુસારે નિરીક્ષવા પ્રયત્ન કરીને માયાના પ્રદેશમાં પરિત્રમણ કર્યા કરે છે. નિરપેક્ષનયજ્ઞાનવાદિઓ સર્વત્ર જીવોમાં પરમાત્મભાવના ભાવવાની પુષ્ટપ્રચંડ સરસ યુકિતઓને હેતુપુરસ્પર અવધી શકતા નથી, તેથી તેઓ સ્વમાં અને પરમાં કદાયિક દૃષ્ટિએ આરોપાયલું પરપાધિજન્ય દેવતને સ્થૂલદષ્ટિથી એકાતે સ્વ માનીને કર્મોપચારની પાર રહેલું સત્તાગત સિદ્ધત્વ તેને જ્ઞાનગંધ લેવાને સમર્થ બની શકતા નથી. નાળીયેરને ગેળો જેમ શુષ્કતા પ્રાપ્ત કરીને કાચલાથી ભિન્ન થાય છે, તત સંગ્રહનય જ્ઞાનવડે આત્મસત્તાગત સિદ્ધત્વને ધ્યાવનારા જ્ઞાનીયો કાલાં સમાન પ્રારબ્ધ કમથી વ્યક્તિગત સિદ્ધત્વને પ્રકટ કરી ભિન્ન થાય છે, અને તે જેનપરિલાલાએ કર્માતીત અને વેદાન્ત પરિભાષાએ ત્રિગુણાતીત વિજ્ઞાન અને વિષ્ણુ તરીકે સ્વતઃ પ્રસિધ્ધ થાય છે. સંગ્રહનયજ્ઞાનશેલીએ સર્વત્ર સર્વ જેમાં પરમાત્મત્વ ભાવવું અને અવકવું અને તેવું પશ્ચાત અધિકાર પ્રમાણે સ૬વર્તન ધારવું એ સ્વને અને પરિને સાપેક્ષદષ્ટિએ અત્યંત આનંદપ્રદ છે.
For Private And Personal Use Only