________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
-----------------
“ ધર્મ, ”
ધ એવો લેવો જોઈએ કે સર્વ દુનિયાના મનુષ્ય ગમે તેવી કર્મપ્રતિ કરી છતાં પણ યથાશક્તિ અમુકશે તેને પાળી શકે. પૂર્વે જૈનધર્મને ચારે વહુના મનુષ્યો પાળી શકતા હતા. ધર્મની અમુક ક્રિયાઓને અમુક અધિકાર પ્રમાણે કરતાં પ્રતિબંધ-પત્યવાય ન નડે, અને જે વાસ્તવિક રીતે દુનિયામાં આત્માની ઉચ્ચ સ્થિતિ કરે, તથા આત્માના ગુણોની ઉચ્ચ સ્થિતિ કરે. પરિપૂર્ણ સત્ય સ્વતંત્રતાને જે સમપે તે ધર્મ ખરેખર પ્રભુને ધર્મ છે. પૂર્વે જૈનધર્મ આવું ઉદાર વિશ્વવ્યાપકરૂપ વ્યવહારતઃ જગતમાં લીધું હતું, તેની હાલ સંકુચિતતા અનેક હેતુઓથી અવલોકાય છે. જૈનધર્મને પુનઃ પ્રગતિ સંસ્કાર સાધન વડે સર્વત્ર વ્યાપક કરવામાં આવે તો તે થઈ શકે તેમ છે. તેના પ્રચારક મહાપુરૂષો અને દેશકાલ સાનુકુલ સામગ્રી વગેરે સાંપ્રત તો દેખવામાં આવતાં નથી. ભવિષ્યમાં બને તે ખરૂં. જે ધર્મની પ્રજા પિતાના પ્રમાદથી અન્ય પ્રજાઓ કરતાં હીન બને છે, તે અન્ય પ્રજાઓનું દાસત્વ કરવાને લાયક બને છે, તેથી સુજ્ઞ સમજી શકે છે કે, તે ધર્મનાં સ્વતંત્ર સૂવે અને તેના પ્રચારક મહાત્માઓ એ બેની તેમાં ખામી છે. સર્વજ્ઞ વીતરાગ પ્રભુને ધર્મ સર્વત્ર સર્વમાં સર્વથા સદા પરમાં આત્મબુદ્ધિથી દેખવાનું કહે છે, અને સર્વમાં અભેદબુદ્ધિથી આત્મભાવ ધારણ કરીને સર્વ જીવોનું ભલું ઇચ્છવાનું અને સર્વ જીવોનું શ્રેય કરવાનું કહે છે, અને ખરી સ્વતંત્રતા સંરક્ષવાનું કહે છે. તે પ્રભુને ધર્મ પાળનારા મનુષ્ય પરતંત્ર દાસત્વને પામે તે સમજવું કે તે સર્વજ્ઞ વીતરાગ પ્રભુને ધર્મ સમજી શક્તા નથી. વેદાન્તધર્મ કરતાં પણ અનેક ની અપેક્ષાએ વ્યાવહારિક અને પારમાર્થિક સ્વતંત્રોન્નતિસુખના ઉપાયોને બતાવનાર જેનધમ ખરેખર કરાડ મુખવાળે છે. તેમાં સંકુચિતતા એ કેવળ અજ્ઞતાનું પરિણામ છે. કર્મવેગ વ્યવહારદિની સાથે આત્મધર્મના અધિકાર પ્રમાણે વર્તવાને ઉપદેશ દેનાર જૈનધર્મ ખરેખર અનેક શુભાશને અને શુભાચારેને મહાસાગર છે. છતાં તેમાં ખાબચીયા જેવું કંઈ ભાસે તે અજ્ઞતાનું પરિણામ છે. અનેકાક્ષિાઓ વડે જે સાપેક્ષ નયવાદપૂર્વક સમ્યગ્દષ્ટિપણે જણાવે છે. એવા જૈનધર્મની વિજ્ઞાનખૂબીઓને વિરલ જ્ઞાનીઓ જાણી શકે છે. અનેક નાની અપેક્ષાએ અનેક ધર્મને સ્યાદ્વાદરૂપ આત્મતત્વમાં સમાવેશ થાય છે, એવા જેનધર્મને જાણનારા જેને દુનિયામાં ગૃહસ્થપણે પણ ઉચ્ચ હોય છે, અને
79.
For Private And Personal Use Only