________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૪
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
હતા જણાય છે. અને સ્વાભાવિક સહજેપગે આત્મા તે આત્મારૂપ અને જડ તે જડરૂપ ભાસે છે, અને અપૂર્વ સહજ સ્થિરતાની ઝાંખીને અનુભવ આવે છે. અને મન, વચન, અને કાયાની બાહ્ય પ્રવૃત્તિ થતાં છતાં પણ અન્તરૂની ઘેનને અનુભવ જાગ્રત રહે છે તથા અન્તની ઉપયોગ ધારાના સંસ્કાર બળ વડે બાહ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરતાં છતાં પણ આત્મભાવે જાગ્રત રહેવાય છે. આ બાબતને અનુભવ કર્યો છે અને વિશેષપણે અનુભવ કરવા પ્રયત્ન ચાલુ છે. આત્માના સ્વાભાવિક ધર્મના ધ્યાનના સંસ્કારે બળવંતા કરવા જેમ બને તેમ કરવાથી આત્મ ધર્મની શુદ્ધવ્યતિપણે થવાશે એ નિશ્ચય છે.
સર્વ દુનિયામાં વિશુદ્ધ પ્રેમથી ચિદઘન સત્તારૂપ પરમાત્માને એયરૂપે ધારવા, અને તેમનામાં સર્વ પ્રકારની અહંવૃત્તિને લય કરીને તન્મય બની જવું. એ પરા ભક્તિનું ઉચ્ચ લક્ષણ છે. સર્વ પ્રાણી માત્રમાં સત્તા પર માત્માને દેખવા અને તેમને અનુભવ કરવો એ પરમાત્મમય વૃત્તિ ભક્તિ અવબોધવી. પુદ્ગલરૂપ શરીરમાં આચ્છાદન થનારા સર્વ જીવોમાં સિદ્ધત્વ દેખવાની ધારણા અને ધ્યાન રાખવું અને જાણે સર્વ જીવો પર કર્યાદિ પુલરૂપ આચ્છાદન નથી, એમ પક્ષ દશામાં અપક્ષ સાક્ષાત્કાર કરવાથી સર્વ જીવોની સાથે વેર વિરાધ રહેતું નથી, અને સર્વ જીવોમાં પરબ્રહ્મને સાક્ષાત્કાર થાય છે. સંગ્રહનય સત્તા દષ્ટિથી ધ્યાન ધરતાં પરમાત્મ દશાને સર્વત્ર અનુભવ રહે છે અને પરમાત્મ સંબંધી પ્રથાને અને શંકાઓને પરિહાર થાય છે. ”
જગતમાં શુધ્ધચ પ્રેમભકિત સેવાનાનાદિવડે આત્માના ગુણેને પ્રગટાવીને તેને અનુભવ કરવાથી તે તે ગુણેની અન્ય મનુષ્યો વગેરે પર. અસર થાય છે. સૂર્યના પ્રકાશની પેઠે અને કસ્તુરિકાની ગંધની પિઠે ગુણેની ખબર તેના પૂજારીઓને પડે છે અને તેઓ લેહચુંબક વડે જેમ સમય ખેંચાય છે તેમ ખેંચાઈને ગુણીચારિત્ર ધારકને આવી સેવે છે. ચારિત્ર પ્રગટાવો તેથી પૂજ્ય સામા દેખાશે.
For Private And Personal Use Only