________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
જગદષ્ટ પદાર્થોમાંથી હું અને મારાપણાની વાસના ટળતી જાય છે તેમ તેમ સ્વસ્વરૂપે જીવવાનું થાય છે. દુનિયામાં હુની અને મારાપણાની મોહવૃત્તિથી મર્યા વિના આત્માની શુદ્ધજ્ઞાનદશાએ જીવવું પ્રગટતું નથી. આત્મશાનથી અનંતને સ્વપરાપેક્ષાએ જાણ્યા પછી વિવેક દશા પ્રગટ થાય છે, અને તેથી પરદશ્ય વસ્તુઓમાં અહંવૃત્તિ થઈ શકતી નથી. આત્મજ્ઞાની પુદ્ગલ પર્યાના ખેલમાં મુંઝાતું નથી. જ્યાં સુધી શરીરાદિને સંબંધ આત્માની સાથે છે, ત્યાં સુધી શરીર ધર્મ બજાવ્યા વિના છૂટકો થતો નથી. અજ્ઞાની મેહથી લેપાઈને આહારાદિકવડે શરીરને ધમ બજાવે છે અને આત્મજ્ઞાની પુર વસ્તુઓને પર જાણીને આત્મજ્ઞાનમાં રમણતા પૂર્વક આહારાદિક શરીર ધર્મને બજાવતે છતે નિપપણે આત્મસાધ્યને ઉપયોગી થઈ પ્રવર્તે છે. દુનિયાના સર્વ દ્રવ્યના પર્યાને ભૂતકાળમાં આત્માએ પિતાના ઉપયોગમાં લીધા અને વર્તમાનમાં ઉપયોગમાં લે છે. જે જે દ્રવ્યના પર્યાય થયા, જે જે થાય છે અને જે જે સર્વ દ્રવ્યના પર્યાયે થશે, તે તે સર્વ પર્યાય વાસ્તવિક રીતે આત્માના જ્ઞાનમાં શેયરૂપે પરિણમ્યા, પરિણમે છે અને પરિણમશે તેથી તે સર્વેયપણે આત્મજ્ઞાનના પર્યાય હોવાથી તે સર્વે અપેક્ષાએ આત્માના પર્યાયે જાણવા. તે તે સર્વ પર્યાયમાં જ્ઞાન અને યની એકતાની અપેક્ષાએ અભેદતા ગણાતાં તે તે પર્યાયોમાં જ્ઞાનરૂપ આત્માની અપેક્ષાએ આત્મા છે એમ અવબોધવું. દશ્ય અને અદશ્ય સર્વ દ્રવ્ય પર્યાયોમાં આત્માને અનંત નાસ્તિ ધર્મ રહે છે. આત્માના તે નાસ્તિ ધર્મની અપેક્ષાએ આત્મા પોતાનાથી ભિન્ન સર્વ દ્રવ્યમાં નાસ્તિપણે છે એમ અવબોધવું. દષ્ટિસૃષ્ટિવાદ, વિજ્ઞાનવાદ, વિવર્તવાદ, પરિણામવાદ આદિ સર્વ વાદના અધ્યવસાયનું સ્થાન આત્મા છે. જે જે અધ્યવસાયો દુનિયામાં ભિન્ન ભિન્ન અવલોકવામાં આવે છે તે તે સર્વ અધ્યવસાયે પિકી કેટલાક અધ્યવસાયને આત્માએ સ્પર્યા અને બાકી રહેલા અધ્યવસાયને ભવિષ્યમાં કારણ સામગ્રી પામીને સ્પર્શશે. આત્માની સાથે યોને જ્ઞાન સાથે સમયે સમયે ભાસક-ભાસ્ય સંબંધ છે. આમાના જ્ઞાનાદિ ગુણે અને તેઓના કાર્યને વિચાર કરીને આત્મજ્ઞાની વાસ્તવિક ચેતન ધર્મને પિતાને માનીને તેમાં રમતા કરે છે અને દયિકભાવ પરિણામને ત્યાગ કરીને આત્મ ધર્મમાં જાગ્રત રહે છે.
For Private And Personal Use Only