________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
સાધુઓમાં વૈરાગ્ય ત્યાગ હોય છે તો તે જગતને વૈરાગ્ય ત્યાગને ઉપદેશ તથા લાભ આપી શકે છે. સાધુઓમાં વિષય વિલાસ, મોજ શેખને પ્રવેશ થતાં ધર્મરૂપ મહેલનો પાયો નાશ પામે છે, અને ધર્મસમાજને નાશ થાય છે. વેરાગ્યની અને ત્યાગની મૂર્તિરૂપ બન્યા વિના સાધુઓને ઉપદેશ લેઓને અસર કરી શકતા નથી. લાખો વિષયાસક્ત સાધુઓ કરતાં ત્યાગી, વિરાગી એવા બે ત્રણ સાધુઓ સારા. જેના હૃદયમાં વૈરાગ્ય અને ત્યાગ નથી એ સાધુ ખરેખર ગૃહસ્થ કરતાં ભૂડ છે. વૈરાગ્ય વિના સાધુને બાહ્ય તથા આન્તર ત્યાગ ટકી શકતું નથી. દુઃખગર્ભિત વૈરાગ્યથી અને મોહગર્ભિત વૈરાગ્યથી સાધુ માર્ગની આરાધના થઈ શક્તી નથી. જ્ઞાનગર્ભિતવૈરાગ્યથી સાધુઓ ચારિત્રમાણે પાળવા સમર્થ થઈ શકે છે. બાહ્યથી ધારણ કરેલું સાધુને વેવ ખરેખર વૈરાગ્ય વિના શોભી શકતા નથી, તેમજ રહી પણ શકતા નથી. ત્યાગી વિરાગી સાધુ બ્રહ્મચર્યની નવ વાડ પાળવા સમર્થ થાય છે. દુઃખ ગતિ વૈરાગી સાધુ કારણ પામીને આ ભવમાં વિષયોને ઈચ્છે છે, અને પરભવમાં વિષયોને ઈચ્છે છે. સમુદ્રમાં મનુષ્યનું નિર્જીવ મૃતક શરીર જેમ રહી શકતું નથી, તેમ વૈરાગ્ય અને ત્યાગ વિના ચારિત્રમાં કઈ સાધુ રહી શકતા નથી. જેનામાં વૈરાગ્ય ત્યાગ અને આત્મજ્ઞાન હોય છે, એ સાધુ વ્યવહારથી અને નિશ્ચયથી ચારિત્ર માર્ગમાં રહી શકે છે, અને અન્ય મનુષ્યને ચારિત્ર માર્ગમાં લાવીને સ્થિર કરી શકે છે. પાંચ ઇદિના વીશ વિષયને વિષ સમાન માનીને તેને વ્યવહારથી અને નિશ્ચયથી ત્યાગ કરનાર સાધુ ચારિત્રને આરાધી શકે છે. વેપ પહેરીને સાધુઓ બનવું એ સહેલ છે, પણ વ્યવહારથી અને નિશ્ચયથી બ્રહ્મચર્યાદિ વતિને ધારણ કરવાં અને વૈરાગ્ય વૃત્તિ વડે ત્યાગ માર્ગમાં સદા સ્થિર રહેવું એ ઘણું મુશ્કેલ છે. મેજ શેખ શરીર વિભૂષા, સ્ત્રી આદિનું નિરીક્ષણ કરવું, સ્ત્રી વગેરેની સાથે આલાપ સંલાપ કરનાર સાધુ પિતાના વ્યવહાર ચારિત્રથી તથા નિશ્ચય ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. ત્યાગ અને વૈરાગ્યથી વિમુખ, વિષયાભિમુખ વૃત્તિવાળા સાધુએ ભૂતકાલમાં ભ્રષ્ટ થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. વિષયને વિષ સમાન માન્યા વિના ગમે તેવો વિદ્વાન વકતા સાધુ ખરેખર ચારિત્રથી ભ્રષ્ટ થયા વિના રહેતો નથી. ચારિત્ર ધર્મરૂપ પ્રાણથી સાધુઓ જીવી શકે છે.
For Private And Personal Use Only