________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
સપ્રતિ શરીરમાં રહેલ આત્માના અસંખ્ય પ્રદેશનું ધ્યાન ધરવામાં આવે છે. આત્માના એક પ્રદેશ અનન્ત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યાદિ અનન્ત ગુણો રહ્યા છે. આત્માના એક પ્રદેશમાં એટલી બધી જ્ઞાનશક્તિ રહેલી છે કે તેમાં જગતના ત્રણ કાલના સર્વ દ્રવ્ય અને પર્યાયે સમયે સમયે ભાસ થઈ શકે છે. ય પદાર્થો અને દશ્ય પદાર્થો અપાએ આત્માના જ્ઞાનમાં અને દર્શનમાં ભાસવાથી આત્માના પર્યાયો ગણાય છે. આત્માના એક પ્રદેરાના જ્ઞાનમાં ત્રણકાલના પદાર્થો ભાસવાથી આત્માના એક પ્રદેશમાં રહેલા જ્ઞાનમાં એક સમયમાં સર્વ જાણવાની શક્તિ રહેલી છે એમ કહી શકાય છે. આત્માના એક પ્રદેશના એક સમયના જ્ઞાનમાં અસ્તિ અને નાસ્તિપણે આખી દુનિયાના અનંત અસ્તિ અને અનન્ત નાસ્તિ ધર્મને સમાવેશ થાય છે. એ પ્રમાણે સમયે સમયે આત્માના એકેક પ્રદેશમાં રહેલા જ્ઞાનમાં એક સમયમાં અસ્તિ ધર્મની અને નાસ્તિધર્મની અપેક્ષાએ આખી દુનિયાના અસ્તિ નાસ્તિ ધર્મવાળા પદાર્થોને સમાવેશ થાય છે તે અપેક્ષાએ આત્માના જ્ઞાનમાં અસ્તિધર્મની અને નાસ્તિધર્મની અપેક્ષાએ આખી દુનિયા સમયે સમયે યપણે રહી છે એમ કહેવાય છે. આત્મા પણ પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અસ્તિતાએ અને પરબ પર્યાની નાસ્તિધર્મતાએ પોતાનામાં સમયે સમયે રહ્યા છે. નાસ્તિ અનન્ત ધર્મની અપેક્ષાએ સર્વ દુનિયા, આત્માના જ્ઞાનાદિકમાં સમાય છે. આત્માને અનન્ત નાસ્તિધર્મ ખરેખર પરદોમાં રહે છે, તે અપેક્ષાએ જગતમાં આત્મા સમાઈ જાય છે, એમ કહેવાય છે. આત્માને દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિકની અપેક્ષાએ અનન્તાસ્તિધર્મ, પિતાનામાં રહે છે તેનું પરિદ્રવ્ય રૂપ જગતમાં નાસ્તિત્વ છે. તે નાસ્તિધર્મની અપેક્ષાએ જગતરૂપ આત્મા ગણી શકાય છે. આત્માના જ્ઞાનમાં યરૂપે આખું જગત ભાસે છે, તેની અપેક્ષાએ આત્મા વા ઈશ્વર ખરેખર વિશ્વમયી ગણાય છે, અને તેમજ આત્માના જ્ઞાનમાં રેયની અપેક્ષાએ તથા નાસ્તિધર્મની અપેક્ષાએ આખું જગત ખરેખર આત્મામાં રહ્યું છે એમ સ્યાદાદદષ્ટિએ અનુભવ ગોચર થાય છે. તેથી વિશ્ચમથી હું વિશ્વ તારામાં એવું અનેકાન્ત દૃષ્ટિએ આત્મસ્તવન કહેવામાં આવ્યું છે. સર્વ આત્માઓમાં અને જડ પદાર્થોરૂપ જગતમાં નાસ્તિધર્મપણે ભારે આત્મા છે અને મારા આત્મામાં સર્વ જી અને સર્વ જડ પદાર્થો રૂપ જગત નાસ્તિત્વ ધર્મની અપેક્ષાએ રહ્યું છે, એમ કહેવાય છે. આ પ્રમાણે સર્વ પદાર્થોમાં નાસ્તિ ધર્મની અને અસ્તિધર્મની અપેક્ષાએ સમયે સમયે સર્વ જગત સમાય છે એમ અવધવું.
For Private And Personal Use Only