________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો.
મુક્તિ નથી. મનમાંથી રાગાદિક વાસનાઓ ટળે એવું જે જ્ઞાનવડે બને છે, તે આત્મજ્ઞાન અવધવું.
જ્ઞાનીઓ શરીરરૂપ પડદામાં રહેલ આત્માને દેખે છે, અને અજ્ઞાનીઓ બાહ્ય શરીરની ચેષ્ટાને દેખે છે. જ્ઞાનીઓ આત્મામાં ધર્મ દેખે છે અને અજ્ઞાની શરીરની ચેષ્ટાઓમાં ધર્મ દેખે છે. જ્ઞાનીએ આત્માના શુદ્ધ પર્યાને શુદ્ધધર્મ તરીકે દેખે છે, અને અજ્ઞાનીઓ બાહ્યદષ્ટિથી આરેપિત અશુદ્ધ ધર્મને શુદ્ધધર્મરૂપે દેખે છે, એ પ્રમાણે આમજ્ઞાનીઓની અને અજ્ઞાનીઓની દષ્ટિને ભેદ જાણો,
જે શાથી રાગદ્વેષની પરિણતિ મંદ પડે અને આત્મામાં વૈરાગ પ્રગટે તથા સર્વ જીવોપર મેરી આદિ ભાવનાઓ પ્રગટે તે શાનું અવલંબન લેવું.
જે શાસ્ત્રોથી મંત્રી આદિ ભાવનાઓ નાશ પામે અને મતાગ્રહ સંકુચિત દષ્ટિ, ભેદ, ખેદ, તુચ્છબુદ્ધિ, કલેશ વગેરે દોષ પ્રગટે એવાં પુસ્તકોનું અવલંબન લેવું નહિ.
આ કાળમાં મનુષ્યની દીર્ધાયુષ્ય સ્થિતિ નથી. દુનિયામાં પુસ્તકોને પાર નથી. અનેક ભાષામાં લખાયેલાં અનેક પુસ્તકો વાંચી શકાય એવી સ્થિતિ નથી. દરેક મનુષ્યના પરિપૂર્ણ વિચારો સાંભળી શકાય તેમ નથી. આખી દુનિયામાં જેટલાં પુસ્તક છે તેટલાં વાંચી શકાય તે પણ નવાં રચાત પુસ્ત, અને મનુષ્યોનાં હૃદયમાં પ્રગટતા નવા વિચારોને પરિ નું નળી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં શું કરવું ? તેના ઉત્તરમાં ટલું સમજવાનું છે જેથી આત્મજ્ઞાન થાય અને જ્ઞાનનાં આચ્છાદને ટળે એવા ઉપાશે જેમાં હોય, એવાં જેટલાં બને તેટલાં આત્મિોન્નતિ માટે વાંચવાં; તેમજ આત્મજ્ઞાન થાય તેવા ઉપાયે ગુરૂઓ પાસેથી લેવા. અને આત્મજ્ઞાન થાય એવું સર્વ કરવું. આ રીતે પ્રવર્તવાથી આત્માની શુદ્ધતા થતાં આત્મામાં જ્ઞાનને પ્રકાશ થશે, અને તે જ્ઞાનવંડે આખી દુનિયામાં રહેલાં પુસ્તકોને ભાવાર્થ જણાશે. આખી દુનિયાના પદાર્થોનું જ્ઞાન થશે. આખી દુનિયામાં રૂપી અને અરૂપી એવા સર્વ પદાર્થોનું જ્ઞાન થશે. આત્મજ્ઞાન
For Private And Personal Use Only