________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૧૧
---------~-~~-~~-~---------- ધ્યાન, સમાધિ વગેરેની પ્રાપ્તિ થાય છે, અને આત્મજ્ઞાનમાં ઉંડા ઉતરી શકાય છે. શારીરિક શક્તિ મુજબ આત્માના ગુણોમાં પ્રવૃત્તિ કરવી. આગળ ચઢીને પાછળ પડવાનું ન થાય તે સંબંધી ખાસ ઉપયોગ રાખો. જે જે ધર્મના સદાચારે પિતાને રૂચે તેમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરીને તેમાં સફલતા મેળવી અને દૃષ્ટાંતરૂપે થવું. પિતાને આત્મા પિતાને ધર્મની સાક્ષી આપે એવી રીતે ધર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પિતાને આત્મા જે ગુણની સાક્ષી ન ભરે તેમાં અન્ય મનુષ્યોની સાક્ષી માટે પ્રયત્ન કરે એ હાસ્યપાત્ર થવા જેવું છે. જે ગુણો માટે અન્ય મનુષ્યો પિતાની પ્રશંસા કરે પણ પિતાનામાં તે ગુણો ન હોય તો તેથી ખુશ ન થવું પણ તે તે ગુણોની પ્રાપ્તિ માટે સતત પ્રયાસ કરવો જોઈએ. જે મનુષ્ય પિતે સુધર્યો નથી તે અને સુધારી શક્તિ નથી. પોતે પ્રથમ ધમ બનવું જોઈએ. ધર્મનું સુખ અનુભવવા માટે પ્રથમ સ્વયં ધર્મ બનવું જોઈએ. જે પિંડને સુધારવા શક્તિમાન થાય છે તે બ્રહ્માંડને સુધારવા શક્તિમાન થાય છે,
સંસારસાગરને તરતાં ઘણી બાબતોને ઉપયોગ રાખવાની જરૂર છે. વ્યવહારનયથી ગુરૂરૂપ આગબોટમાં બેસવાની જરૂર છે. નિશ્ચયનયની અપેક્ષા જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ આગટમાં બેસવાની જરૂર છે. સંસારસાગરમાં વાસનારૂપ અનેક તરંગે છે તેનાથી બચવાની જરૂર છે. ચારિત્રરૂપ વહાણ છે અને તેમાં સદગુરૂ મુનિરાજ કેપ્ટન છે. ભવ્યજીએ સંસારસાગરને કરવા માટે ચારિત્રરૂપ યાનપાત્રને આશ્રય કર જોઈએ.
વિધાદ્વારા થતી એવી અહંવૃત્તિથી હું વિધાન છું એવા અભિમાનથી સુખ ઉપજે છે, ત્યાં સુધી સંસાર છે. અનેક પ્રકારે મનમાં અહંવૃત્તિ પ્રગટે છે. નામરૂપની અહત્તિ ટળ્યા વિના સંસારને અંત નથી. આ બાબતનો પિતે અનુભવ કરી જેવો અને નામરૂપની વાસના તથા અહંવૃત્તિ પ્રગટતી હોય તે તેને ટાળવા પ્રયત્ન કરે. નામરૂપની અહંવૃત્તિના અભાવે જે જ્ઞાનને ભાસ થાય છે, તે આત્મજ્ઞાન ખરેખર ઉત્તમ શુદ્ધ હેાય છે. "
સર્વ પ્રકારનાં બાહ્ય બંધને કરતાં રાગાદિક આન્તરિક બને છેદ કરવાને માટે વિશેષ લક્ષ દેવું. આત્માના સ્વરૂપમાં મન લીન થયા વિના
For Private And Personal Use Only