________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
સાધુઓની અને સાધ્વીઓની સેવા સાધુઓના હૃદયમાં પ્રભુનું ધ્યાન હોય છે. પ્રભુના ગુણોના પ્રચાર કરનારા સાધુઓ છે. આ કાલમાં સાધુઓ અને સાધ્વીઓની સેવા કરવી એજ મોક્ષનો સરલ માગે છે. સાધુઓનાં દર્શન કરવાં, સાધુઓને વંદન કરવું, સાધુઓને આહાર, જલ, વસતિ વગેરેનું દાન કરવું, સાધુઓને ધર્મ કરવામાં પડતાં વિદનો નાશ કરે, એ કલિકાલમાં ઉત્તમ સેવા માગે છે, સાધુઓ પ્રભુના હાલા ભકતે છે. સાધુઓની અને સાધ્વીઓની સેવા કરવાથી પ્રભુની સહેજે પ્રાપ્તિ થાય છે અને સાધુઓથી તથા સાધ્વીઓથી ખરેખરી જગતમાં શાન્તિ પ્રવર્તે છે, સાધુઓની સેવા ભક્તિ કરવાથી અનેક પાપ કર્મોથી આત્મા મુક્ત થાય છે. અને આત્મામાં પ્રભુનો દિવ્ય જ્ઞાન પ્રકાશ પડે છે. સાધુઓએ અને સાધ્વીએ એ શરીરમાં રહેલા હૃદયની ઉપમાને ધારણ કરે છે. સર્વ પ્રકારના જ્ઞાનમાંથી ઉત્તમ એવું ધાર્મિક જ્ઞાનને સજીવન રાખનારા સાધુઓ છે. સર્વ પ્રકારની આશાઓને ત્યાગ કરીને સાધુઓની ઉપાસના કરવી. સાધુઓની આજ્ઞાઓને માન આપવું. તેમના ઉપર પ્રેમ ધારણ કરે. તેમના મનને અનુસરીને ચાલવું. તેમને અવિનય ન થાય એવું ખાસ લક્ષ રાખવું. તેમને ધર્મના પ્રમને પૂછવા અને નકામા શુષ્કવાદે ન કરતાં સરલતાથી તેમના હૃદયમાંથી સાર ભાગ ગ્રહણ કરવો. તેઓની ભક્તિ કરવામાં આત્મભોગ આપ, ઇત્યાદિથી તેઓને સેવવા.
સાધુઓના સંગને રંગ જેમ પિતાના આત્માને લાગે એવો પ્રયત્ન કરવો. સાધુઓની આંતરડી કદિ કકળાવવી નહિ. સાધુઓની નિન્દા થાય એવાં વચનો ઉચ્ચારવાં નહિ. સાધુઓની સેવા કરવી એજ પિતાને ખાસ ધર્મ છે, એમ મનમાં શ્રદ્ધા રાખવી. સાધુઓને શાસ્ત્રોના પઠન-પાઠનમાં પૂર્ણ સહાધ્ય આપવી. નાસ્તિકોના સંગથી સાધુ પર કદિ અરૂચિ કરવી નહિ. સર્વ ગુણનું રક્ષણ કરનારા અને તેઓને ફેલાવો કરનારા સાધુઓ છે. નિષ્કામભાવથી સાધુઓની અને સાધ્વીઓની સેવા કરવાથી જે મળે છે, તે અન્ય રીતે મળતું નથી. જે આર્યો છે તેઓ સાધુઓની અને સાધ્વીઓની ભક્તિ સેવાથી પિતાના આત્માને શુદ્ધ કરે છે. સાધુઓની અને સાધ્વીઓની પૂર્ણ ભક્તિ કરવી એજ ગૃહસ્થનું કર્તવ્ય સેવાધર્મ લક્ષણ છે. સાધુઓથી અને સાધ્વીઓથી સ્વર્ગ સમાન દુનિયા બને છે. નિવૃત્તિમાર્ગન નિરૂપાધિક સુખની ઝાંખીને અનુભવ તેઓ કરી શકે છે. કલિકાલમાં નાદિન
For Private And Personal Use Only