________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૦૦ ની સાલના વિચારે.
-
-
-
--
-
-
-
-
અનેક રીતે સેવા કરી શકાય છે. વ્યાવહારિક તથા ધાર્મિક આદિ ઉપાધિભેદે અનેક રીતે કરી શકાય છે. સેવા ધર્મમાં પ્રવૃત્તિ કરતાં એટલું યાદ રાખવું જોઈએ કે બીજને બાળીને તેને વાવવા જેવું કરવું નહિ. બીજને બાળીને પશ્ચાત વાવવું એ નિરર્થક છે, તકત પ્રથમથી કામના, વાસના, સ્વાર્થ અને ક્રોધાદિક દેષો પૂર્વક દેવ, ગુરૂ અને ધર્માદિની સેવા કરવાથી મોક્ષરૂ૫ ફળની પ્રાપ્તિ થતી નથી. દાનથી, ઉપદેશથી, અન્નથી, દવાથી, આદિ અનેક રીતિએ સેવા કરી શકાય છે. બાળકોને શિખામણ, સદિચારે, સારા આચાર, વસ્ત્ર, અન્ન, વિદ્યા ભણવાની સગવડતા, વગેરે અનેક રીતે સેવા કરી શકાય છે. જેનામાં જે ગુણોની ખામી હોય તેને તે ગુણે પ્રગટ થાય એવા ઉપાયોનું અનેક રીતે–દાન કરવાથી તેની દાનવડે સેવા કરી શકાય છે. આખી દુનિયામાં સાધુઓની સેવા તે ઉત્તમત્તમ સેવા કળી શકાય છે. સાધુઓની અન્ન, વસ્ત્ર, પાત્ર, પુસ્તક, શમ્યા, વસતિ આદિ વડે સેવા કરી શકાય છે. સાધુઓની સેવા એ મુક્તિના મેવા છે. ગૃહસ્થોએ સાધુઓની દાનવડે સેવા કરવી જોઇએ. શરીરને રાજા જેમ વીર્ય છે તેમ ધર્મના રાજા સાધુઓ છે. વીર્યવડે જેમ શરીરની આરેગ્યતા સચવાય છે, અને શરીર ઉભું રહી શકે છે તેમ સાધુઓ વડે ધર્મનું અસ્તિવ રહે છે. ધર્મના આધારભૂત સાધુઓ છે; માટે સાધુઓનું બહુમાન, ભક્તિ કરવાથી આખી દુનિયામાં ધર્મને પ્રચાર કરી શકાય છે. કોઈની પણ સેવા કર્યા પશ્ચાત પશ્ચાત્તાપ કરવો એ વાવ્યા બાદ બાળવા જેવું છે. પ્રથમથી નિષ્કામ સેવા કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં ગમે તેવું પરિણામ આવે તો પણ શોક ન થાય અને આત્માની સમાનતા જળવાઈ રહે. આપણી આજુબાજુમાં રહેનારા આત્માઓની આપણે સારા વિચારોથી અને સદાચારથી સેવા કરી શકીએ છીએ. ધમ મનુષ્ય બેલ્યા ચાલ્યા વિના પણ પિતાના સદિચારના અને સદાચારના શુભ વાતાવરણથી પિતાની આસપાસમાં રહેનાર આત્માઓને સારી અસર દ્વારા સેવા કરી શકે છે. સેવા કરવાના જે જે માર્ગો હોય તેમાંથી પિતાને જે જે માર્ગે પ્રાપ્ત થયા હોય તે તે માગે સેવા કરવી જોઈએ. સેવા, ભક્તિ, વૈયાવચ્ચ, વિનય એ સર્વ કાગ છે. જ્ઞાનેગી થઈને સેવા રૂપ કમ ગની યથાશક્તિ પિતાના વ્યાવહારિક અધિકાર પ્રમાણે આરાધના કરવી. કમજોગ અથવા સેવાધર્મમાં આનન્દર અનુભવાય એ જ્ઞાનયોગને પ્રતાપ બેધ.
For Private And Personal Use Only