________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
AAAAAAAAAAAAAAAAAAAAAAAA
સેવાધર્મનું જ્ઞાન, સેવાધર્મના ઉચ્ચહેતુઓનું જ્ઞાન કરવાની જરૂર છે. આર્યશાસ્ત્રમાં સેવાધર્મની ઉત્તમતા બતાવી છે, તેના અનેક હેતુઓ છે. મનુષ્યને મૂળ ધર્મ વિચારીએ તે ખરેખર તે સેવાધર્મ છે. આપણે દરેક બાબતની સગવડતાઓ વચ્ચે આગળ વધતા જઈએ તેનું મૂળ તપાસીએ તે આપણા ઉપર સેવા કરનાર અનેક પ્રાણીઓ છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, પશુ, પંખી, વગેરેની સેવા તળે દટાયેલો આપણે આત્મા હાલ પ્રગતિના માર્ગ પર વહ્યા કરે છે. સેવા ધર્મના નિયમ પ્રમાણે અનેક પ્રાણીઓ પાસેથી જે જે ગ્રાહ્ય હોય છે તે ગ્રહણ કરીને આપણે જીવીએ છીએ. અનેક જીવોને આત્મભોગની સેવાથી આપણે ઉન્નતિક્રમના પગથીયાંઓ પર ચઢતા જઈએ છીએ. આપણાથી ઉચ્ચ અને આપણાથી નીચા એવા ઉપાધિભેદથી વ્યવહરાતા આત્માઓની સેવાની પ્રસાદીવડે આપણે જીવી રાકીએ છીએ તેમાં ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. અલબત, કોઈ બાબતનું અભિમાન કરવા જેવું નથી. અનેક જીવો પાસેથી સેવાધર્મના નિયમ પ્રમાણે જે લેવામાં આવે છે તે પ્રમાણે તેઓની સેવા વડે તેઓને પાછું આપવાને માટે પણું સેવાધર્મના નિયમથી બંધાયેલા છીએ, એમ સદા સ્મરણમાં રાખવું જોઈએ. શઠતા, ધૂર્તતા, કપટ, વિશ્વાસઘાત, જૂઠ, અપકાર, કેતનતા, દુ. નતા, વગેરે દેથી સેવાધર્મને આર્ય નિયમ આદરી શકાતું નથી. આર્ય થવું હોય અને સેવાધર્મથી પિતાની ફરજો અદા કરવા માટે ખાસ પ્રેમ ઉત્પન્ન કરે જઈએ. ગમે તે સ્થિતિમાં જે જે કાલે જે.જે ઘટે તે સેવાધર્મ ખરેખર નિષ્કામપણે સેવવો જોઈએ. દરેક જીવ સેવક છે એમ અપેક્ષાએ સમજી શકાય તેમ છે. સેવાધર્મના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટાદિ અનેક ભેદ પડે છે. સેવાધર્મથી આખું જગત બંધાવેલું છે, એમ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતાં માલૂમ પડે છે. દેવસેવા, ગુરૂસેવા, મુનિસેવા, આચાર્ય સેવા, ઉપાધ્યાય સેવા, સંઘ સેવા, ગચ્છ સેવા, સ્વધર્મસેવા, ભક્તસેવા, રાજ્ય સેવા, મહાજનસેવા, દેશ સેવા, કમસેવા, સ્વજન સેવા, માતાપિતાની સેવા, સગાંવહાલાંની સેવા, સાહા કરનારાઓની સેવા, અતિથિસેવા, વગેરે સર્વ પ્રકારની સેવા અને તેના ઉચ્ચ આશરે જાણું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી નિષ્કામપણે વફરજ ગણું યથાશક્તિ સેવા ધર્મ બજાવ.
X
For Private And Personal Use Only