________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
આત્માને પરમાત્મા બનાવનાર બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય એ દેવ છે. એ દેવ
જ્યાં સુધી પિતાની પાસે છે. ત્યાં સુધી દુષ્ટ, દુર્જને, પિશાચ, ભૂત વગેરેને ઉપદ્રવ થઈ શકતો નથી. બ્રહ્મચર્યરૂપ દેવ પાસેથી જે જે ભાગવામાં આવે તે મળી શકે છે. અમદાવાદ કાર્તિક સુદિ ૧. दीये दान सोवन कोडी,, कंचनचैत्य कराय हो विनीत; तेहथी ब्रह्मवत धारतां, अगणित गुण्य समुदाय हो विनीत. नमो.
બ્રહ્મચર્યની ઉપાસના કરનારે પ્રતિપક્ષી સગોમાં મન અને કાયાને વશ રાખી આત્મશક્તિ ખીલવવી જોઈએ. પિતાના સદ્ગ તરફ વિશેષ પ્રેમ રાખવો. સુખની જુઠી લાલસાએ રૂપ પશુઓને જ્ઞાન હોમમાં હામી દઈને બ્રહ્મચર્ય દેવની પ્રસન્નતા મેળવવી.
સહજ સુખને માર્ગ ખુલ્લો કરનાર બ્રહ્મચર્ય છે. બ્રહ્મચારી સાધુઓ અને સાધ્વીઓની સેવાભક્તિ કરવી. બ્રહ્મચર્યનું સંરક્ષણ કરનાર ગુરૂકુળ જેવાં આશ્રમની વ્યવસ્થા કરવી જોઈએ. સર્વત્ર દુનિયામાં બ્રહ્મચર્યની વૃદ્ધિ થાય એવા મન, વચન, કાયાથી ઉપાયો લેવા જોઈએ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ માર્ગને મુળ પાયે બ્રહ્મચર્ય છે. તેથી તેની પ્રથમ સંરક્ષા કરવી.
દરેક બાબતનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી વસ્તુધર્મના અનન્ત બે અવબેધવાને સમ્યગ્રતાનની નજીકમાં આવી શકાય છે. વસ્તુધર્મને પરિપૂર્ણ અવબોધ્યા વિના શ્રદ્ધા અને વિચારમાં ઘણી બાબતમાં સંકુચિતતા રહે એ બનવા છે. પ્રત્યેક મનુષ્ય દરેક વસ્તુના અમુકાંશને અવબોધીને પિતાને જ્ઞાની માની લે તથા વસ્તુના અમુક રૂપથી વા ભેગથી પિતાને આનન્દભોક્તા માની લે, તેમાં તે વાસ્તવિક દષ્ટિથી જોતાં ભૂલ કરે છે, અને તે પિતાની ઉત્તરોત્તર વિજ્ઞાનાવસ્થામાં તે તે ભૂલેને તે દેખતે હોય છે. શ્રીવીરપ્રભુએ સર્વદૃષ્ટિથી પરિપૂર્ણ પદાર્થોને દેખ્યા છે. તેવી દષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક મનુષ્ય છદ્મસ્થ હોવાથી સર્વજ્ઞ ન કહેવાય, અને તેથી તે વસ્તુના અનન્તધર્મના જ્ઞાનના અભાવે જાણવામાં તથા કથવામાં ભૂલ કરે એ સ્વાભાવિક છે. આવી સ્થિતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી સાપેક્ષદષ્ટિએ વૃદવું, ભણવું, વિચારવું એ ભવિષ્યની અંદગી અર્થે ઉત્તમ માર્ગ છે.
For Private And Personal Use Only